________________
૧૧
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર તે હકીક્ત સાંભળીને પોતાની પુત્રી દેયિણને લઈ ત્યાં આવ્યું, અને રાજાની આજ્ઞાથી અરૂણદેવને સળી પરથી નીચે ઉતાર્યો, એટલે દેયિણએ તેની સાથે બળી મરવાની માગણી કરી, પણ રાજાએ અટકાવી, એટલે તે વિલાપ કરવા લાગી. તેથી રાજાએ કહ્યું કે “કર્મની ગતિ અતિ વિચિત્ર છે, નહીં તે શ્રેષ્ઠીપુત્ર આવું વિપરીત કેમ કરે? (રાજા હજુ તેણેજ કાંડા કાપીને કડાં લીધાનું માને છે.) પણ તે જ્ઞાની વિના સમ્યફ કેણ જાણી શકે ?” એવામાં ચતુર્દાનધર ચંદ્રધવલ નામના ચારણ શ્રમણ મુનીશ્વર આકાશમાગે ત્યાં આવ્યા. તેમનું આગમન સાંભળીને રાજા તેમની પાસે ગયે. દેએ ત્યાં કમળની રચના કરી. ૧ એટલે મુનીશ્વર તે પર બેસીને ધર્મદેશના દેવા લાગ્યા -
"धोऽयं जगतः सार,सर्व सुखानां प्रधानहेतुत्वात् । તારિર્ઝનુના, સાર તેનૈવ મનુષ્ય ”
સર્વ સુખોને પ્રધાન હેતુ હોવાથી ધર્મ—એજ જગતમાં સાર વસ્તુ છે; વળી તેનું ઉત્પત્તિસ્થાન મનુષ્યો છે તેથીજ મનુષ્યત્વ એ સારી વસ્તુ છે.” હે ભવ્ય જને ! મોહનિદ્રાને ત્યાગ કરો, જ્ઞાનજાગૃતિથી જાગૃત થાઓ, પ્રાણઘાતાદિને ત્યાગ કરે, કઠેર વચન ન બેલે, કઠેર વચન બાલવાથી આગામી
૧. ચાર જ્ઞાની અથવા અવધિજ્ઞાની માટે પણ નજીક રહેલા ક્ષેત્રદેવતા ભકિત
વડે કમળરચના કરે છે.