________________
૯૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
એમ વિચારતે ભીમકુમાર તરત કુદકે મારી તેની ઉપર ચડી બેઠે આગળ ચાલતાં તે ભુજા પર બેઠેલ કુમાર અનેક નદી, પર્વત અને વન જેતે અનુક્રમે જ્યાં નાના પ્રકારનાં હાડકાંની ભીંતે ઉપર મનુષ્યના મસ્તકરૂપ કાંગરા કરેલા છે. જ્યાં કંકાલનાં દ્વારા બનાવેલાં છે, જ્યાં હાથીઓનાં દાંતના મોટા તારણ લટકાવેલાં છે, જ્યાં કેશપાશરૂપ દવા લટકી રહી છે, જ્યાં કૃષ્ણ ચામર લંબાયમાન છે, જ્યાં વાઘના ચર્મને ચંદરે કરવામાં આવેલો છે અને જ્યાં રૂધિરથી જમીન લાલ થઈ ગયેલી છે એવા કાલિકાભવનની પાસે તે આવી પહોંચ્યો. તે ભવનમાં મુંડમાળા અને અધારિણી, ફ્રરાક્ષી અને પાડા પર બેઠેલી એવી કાલિકાની મૂર્તિ ભીમકુમારના જોવામાં આવી તેની સમક્ષ તેજ શઠ, પાપિષ્ઠ, દુષ્ટ, નિર્લજ અને પાખંડી કાપાલિકને પિતાના ડાબા હાથમાં એક સુંદર નરને ધારણ કરીને ઉભે રહેલો દીઠે. જે ભુજા પર આરૂઢ થઈને ભીમકુમાર આવ્યો, તે પેલા કાપાલિકની જમણી ભુજા હતી. હાથમાં પકડેલ માણસનું એ શું કરશે તે ગુપ્ત રહીને જોઉં, પછી જેમ ચોગ્ય લાગે તેમ કરીશ.” એમ નિશ્ચય કરીને ભુજા પરથી નીચે ઉતરી કુમાર તે જ ભવનની પછવાડે છાની રીતે છુપાઈ રહ્યો. પછી કાપાલિક તે ભુજા પાસેથી તલવાર લઈને ડાબા હાથમાં પકડેલ પેલા નરને કહેવા લાગ્યો કે:-“હે દીન ! હવે ઈષ્ટ દેવતાને સંભારી લે, આ તલવારથી તારું માથું છેદીને હું દેવીની પૂજા કરીશ.” તે સાંભળીને તે નર બેલ્યો કે –“ત્રિજગજજનના વત્સલ એવા વિતરાગનું મને શરણ થાઓ તથા કુળક્રમથી આવેલા પરોપકારી પુણ્યવાન, મારા પ્રાણ કરતાં અધિક, દયાવાન અને જિન ધર્મ