________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
“રસિક-હરિવાહન રાજાના પુત્ર અને મારા મિત્ર ભીમકુમારનુ મને શરણુ થાઓ, કે જેને મે વાર્યાં છતાં કાપાલિકની સાથે કયાંક ચાલ્યા ગયા. હવે તારે જે કરવું હોય તે કર.' એટલે પાખડી મેલ્યે! કે :-૨ે મૂર્ખ ! તેને લક્ષણવંત જાણીને તેના શિરચ્છેદથી મે દેવીની પૂજા કરવાના પ્રારંભ કર્યા હતા, એવામાં તે મારા હાથમાંથી છટકીને કયાંક ચાલ્યેા ગયેા. તું પણ તેવા જ લક્ષણવાળા છે, માટે તેને સ્થાને હું તને અહી' લાવ્યા છુ'. હવે નિઃસત્ત્વ એવા તેનું સ્મરણ કરવાથી શું? વળી દેવીએ મને કહ્યું કે –“તારા સ્વામી વિંધ્યાચળની ગુફા પાસે એક શ્વેતાંબર સાધુ પાસે બેઠા છે.” સારા લક્ષણવાળુ હોવાથી તેની આ તલવાર મે' અહી મંગાવી છે. અરે મૂર્ખ ! તે અહીં આવીને તારી શી રીતે રક્ષા કરશે ?” આ પ્રમાણેના તેના વચના સાંભળીને ક્રોધથી પૂરિત ભીમકુમાર વિચારવા લાગ્યા કે :-‘આ પાપી મારા મિત્રને જ વિડ બના પમાડે છે.' પછી એક હાક મારી પ્રગટ થઇને તે બેન્ચેા કે –‘અરે દુષ્ટ ! સવ જં તુઓ પર સૌમ્ય અને તારા સૌંહાર કરવામાં ભીમ—એવા તે જ શીમ હું અહીં આવ્યા છુ.' એટલે તે કાપાલિક મંત્રીપુત્રને મૂકીને ભીમની સન્મુખ આવ્યા. ભીમે પણ સાહસ પકડીને જરા નીચે નમી તેને પગમાંથી પકડીને તરત જ જમીન પર પાડી દીધેા; અને કેશ વડે પકડીને તેની છાતી પર જેવા પગ મારે છે અને ભયભીત કરી મૂકે છે, તેવામાં દેવી આકુળ વ્યાકુળ થઈને બોલી કે – હે ભીમ ! એને માર નહિ. એ કાપાલિક
66
૯૫
મારા માટે ભક્ત છે એ મસ્તકરૂપ કમળાથી મારૂ ઈષ્ટ કરે છે. એકસેા આઠ મસ્તકથી જયારે એ મારી પૂજા સમાપ્ત કરશે