________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૦૧
મેં આ હેમરથ રાજાને પકડે. એવામાં તે મહાત્માએ એ રાજાને છોડાવીને મને ચમત્કાર ઉપજાવ્યું. તારા પુન્યપ્રભાવથી મેં એને છોડી મૂક્યો. પછી અદશ્ય રહીને મેં સ્નાન ભેજનાદિકથી તારે સત્કાર કર્યો, અને તારા અનુભાવથી મેં લેકને પણ પ્રગટ કર્યા. તે સાંભળીને કુમારે નગર તરફ જોયું તે બધા લેક પિતપોતાના કાર્યમાં મશગુલ લેવામાં આવ્યા, અને રાજવર્ગ પણ તમામ પ્રગટ જોવામાં આવ્યું.
એ અવસરે સુરાસુરથી સ્તુતિ કરતા અને આકાશથી ઉતરતા કઈ ચારણશ્રમણ (મુનિ) કુમારના જોવામાં આવ્યા. તે નગરની બહાર ઉતર્યા, એટલે ભીમે કહ્યું કે –“હે રાક્ષસેંદ્ર! એ મારા ગુરૂ છે, એમના ચરણકમળને વંદન કરીને તમે પિતાનું ભવને સફળ કરે. કહ્યું છે કે – નિદ્રાનિધાન, મુહનાં વંનેન ર. न तिष्ठति चिरं पाप, छिद्रहस्ते यथादकम् ॥"
જિનંદ્રના પ્રણિધાનથી (ધ્યાનથી) અને ગુરૂને વંદન કરવાથી છિદ્રવાળા હાથમાં રહેલ જળની જેમ પાપ વધારે વખત રહી શકતું નથી.” પછી કુમાર, મંત્રી, રાક્ષસ અને હેમરથ રાજા-બધા તે મુનિની પાસે ગયા તેમણે પૃથ્વી પર શિર સ્પર્શીને મુનિને વંદન કર્યું. નગરજનેએ પણ આવીને વંદન કર્યું. પછી મુનિએ દેશના આપી કે – कषाया भवकारायां चत्वारा यामिका इव, यावाजाप्रति पार्श्वस्थास्तावन्माक्षा नृणां कुतः ॥१॥