________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૦૭
તલવારથી ક્રોધરૂપ શત્રુનો જદી નાશ કર્યો છે તે જ સાત્વિક વિદ્વાન, તપસ્વી અને જિતેંદ્રિય છે.”
ઈત્યાદિ ધર્મદેશના સાંભળીને સર્વ ગિલ રાક્ષસ પ્રતિબંધ પામી બૌલ્યો કે - હે ભગવન્! કુમારના પ્રભાવથી આ ગામના લોકે પર તથા રાજા ઉપરને કેપ હું સર્વથા તજી દઉં છું” એમ કહે છે તેવામાં એક હાથી ગર્જારવ કરતે આવ્યો, એટલે પર્ષદા બધી ભ પામી. હાથીએ તે શાંત મનથી મુનિને વંદન કર્યું. પછી હાથીનું રૂપ સંહરીને પ્રત્યક્ષ ચલાયમાન કુંડળ વિગેરે ભૂષણયુક્ત યક્ષ થઈ ગયો. એટલે મુનિ બોલ્યા કે –“અહો ! યક્ષરાજ ! તું ગજનું રૂપ કરીને પોતાના પુત્ર હેમરથની રક્ષા કરવા માટે ભીમકુમારને અહીં લાવ્યો હતો ” યક્ષ બોલ્યા કે –“હે ભગવન! સત્ય છે. પૂર્વજન્મમાં હેમરથ મારો પુત્ર હતો, તેથી પૂર્વભવના સ્નેહને લીધે હેમરથની રક્ષા કરવા માટે ભીમકુમારને હું અહીં લાવ્યો હતો. પૂર્વજન્મમાં સમકિત અંગીકાર કરીને કુસંસર્ગથી મેં તેને દૂષિત કર્યું હતું, તેથી હું વ્યંતર થ છું; માટે હવે ફરીને મને સમ. ફત્વ આપે” એટલે મુનિરાજે તે યક્ષ, રાક્ષસ અને રાજ વિગેરેને વિધિપૂર્વક સમ્યકત્વ આપ્યું. ભીમે પાખડીના સંસર્ગથી મલિન થયેલા સમ્યકત્વની શુદ્ધિ માગી, એટલે મુનિએ તેને આલોચના આપી. પછી કુમાર વિગેરે સર્વે મુની શ્વરને નમસ્કાર કરીને હેમરથરાજાના મહેલમાં આવ્યા.
ત્યાં હેમરથરાજાએ કુમારને પ્રણામ કરીને વિલિત કરી કે –“હે કુમાર ! હવે હું જે જીવું છું અને જે રાજ વસંપત્તિ ભોગવું છું, તે તમારા જ પ્રભાવ છે. હું આપને આદેશકારી