________________
૧૧૦
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર વિગેરે ટાઠું અન શકા પર મૂકીને દ્વાર પર સાંકળ દઈ શ્રેષ્ઠીને ઘરે ગઈ. બપોર થતાં સર્ગ લાકડાઆદિ લઈને ઘરે આવ્યા, ત્યાં માતાને ન જેવાથી ભુખ અને તરસથી તે બહુ પિડાયો હોવાથી અકળાયા, અને ચંદ્રા પણ પાણી ભરીને થાકી ગઈ, છતાં કામમાં લાગેલી હોવાથી શેઠના માણસેએ તેને કંઈ પણ ખાવાનું આપ્યું નહિ, એટલે તે પણ ખાલી હાથે પોતાને ઘરે આવી. કહ્યું છે કે – “સુજ્ઞ જનને અન્યની સેવાની જે પરવશતા છે, તે શ્વાસોશ્વાસ સહિતનું મરણ. અગ્નિ વિના દહન, સાંકળ વિના બંધન, કાદવ વિના મલિનતા અને નરક વિનાની તીવ્ર વેદના છે. એ પાંચ કરતાં પણ પરવશતાએ છઠ્ઠ મહાપાતકરૂપ છે.”
પછી માતાને આવતી જેઈને સગે કે ધવડે કહ્યું કે :“હે પાપિણું ! શું ત્યાં શેઠના ઘરે તને શુળી ઉપર ચડાવી હતી કે જેથી આટલે બધે વખત ત્યાં રોકાઈ રહી?” આ પ્રમાણેના કઠેર વચન સાંભળીને થાક, ભુખ અને તરસથી પીડિત એવી તે પણ બોલી કે –“શું તારા હાથ કપાઈ ગયા હતા કે શીકાપરથી શીતળ અન્ન લઈને ખવાયું નહિ? - એમ તે બંનેએ નિષ્ફર વાકય બોલવાથી ભયંકર કર્મ બાંધ્યું. પછી વખત જતાં તે બંને સુગુરૂના યેગથી શ્રાવકત્વ પામ્યા. અને અને બંને વિધિપૂર્વક અનશન કરી સમાધિમરણ સાધીને સ્વર્ગ ગયા. ત્યાંથી એવી સર્ગને જીવ તામ્રલિપ્તિ નગરીમાં કુમાર દેવ નામના શ્રેષ્ઠીને અરૂણદેવ નામે પુત્ર થયે. અને ચંદ્રાને જીવ પાટલીપુરમાં જસાહિત્ય વ્યવહારીની દેયિણ નામે પુત્રી થઈ. દેવગે તેને અરૂણદેવની સાથે વિવાહ (વેવિશાળ) મેળવ્યા.