________________
૦૮
શ્રી પાપીનાથ ચરિત્ર
કુમાર થયા છે. પૂર્વભવે તે મુનિને વહેાશવ્યું, તેથી આ ભવમાં સભ્ય પ્રાચ્ચેા છે, તથા પૂર્વે તે સર્પને કષ્ટથી બચાવ્યા હતા તેથી તારૂ કષ્ટ પણ નષ્ટ થયુ છે. તારા પૂર્વભવને ભાઈ સામદત્ત મરણ પામીને કાપાલિક થયેા. પૂર્વ ભવના અભ્યાસથી તે તારી ઉપર દ્વેષી થયા, એટલે તેણે તને કષ્ટ આપવાના ઉપાયેા કર્યાં, પણ સર્પનું રક્ષણ કરવાથી તારૂં સંકટ નાશ પામ્યું. આ પ્રમાણેના તારા પૂર્વભવ જાણીને હું ભીમરાજ ! તારે સવ થા હિંસાને ત્યાગ કરીને સર્વ જીવાની નિરતર યા પાળવી.”
આ પ્રમાણે પોતાના પૂર્વભવ સાંભળીને રાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને તે વૈરાગ્ય પામ્યા. પછી તેણે ગુરૂ મહારાજને વિજ્ઞપ્તિ કરી કે :-‘હે ભગવન્ ! આપ અહીં ચાતુર્માસ રહેા કે જેથી મને માટે લાભ થાય ? ગુરૂ તેના આગ્રહથી શુદ્ધ ઉપાશ્રયમાં ચાતુર્માસ રહ્યા. રાજાએ સમસ્ત દેશામાં અમારિપટહની ઘેાષણા કરાવી, જિનમંદિરા કરાવ્યા, અને પ્રતિદિન વ્યાખ્યાન સાંભળવા લાગ્યા. ચામાસું ઉતરતાં તેણે ગુરૂ મહારાજ પાસે ચારિત્ર અંગીકાર કર્યુ. પછી ગુરૂ સાથે વિહાર કરતાં નિરતિચાર ચારિત્ર પાળી અન્તુ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને તે પરમપદ પામ્યા.
અતિ ભીમકુમારની કથા :
આ દૃષ્ટાંત સાંભળીને ધર્માથી પુરૂષે નિર ંતર દયા પાળવી. વળી નિપુણ પુરૂષે કઠોર વાકય પણ ન ખેલવુ'. એ સબધમાં ચંદ્રા અને સ–માતા પુત્રનુ દૃષ્ટાંત છે તે સાંભળેા --