________________
૧૦૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પુત્ર ભીમકુમાર ઉદ્યાનમાં પધાર્યા છે. એટલે રાજાએ પિતાના અંગપર પહેરેલા તમામ આભરણે તેને દાનમાં આપી દઈને પ્રતિહારને આદેશ કરી આખા નગરમાં શભા કરાવી રાજાની આજ્ઞાથી પ્રધાનાદિક સર્વે કુમારની સન્મુખ આવ્યા. ભીમકુમારે પરિવાર સહિત આવીને માતા-પિતાના ચરણને પ્રણામ કર્યા, પરસ્પર અતિ આનંદ થયે પછી રાજાએ સભા વિસંજન કરી એટલે સર્વે પોતપોતાને સ્થાને ગયા. ભજનાનંતર પછી રાજાએ ભીમકુમારના ઈષ્ટ મિત્ર મતિસાગરને તમામ વૃત્તાંત પૂછે, એટલે તેણે રાજાની આગળ જે પ્રમાણે બન્યું હતું એ પ્રમાણે બધે વૃત્તાંત કહી બતાવ્યો. પછી રાજાએ સંતુષ્ટ થઈને તેને ઘણી રાજકન્યાઓ પરણાવી અને અનુક્રમે રાજ્ય પર સ્થાપન કરી પિતે ગુરૂમહારાજની પાસે દીક્ષા અંગીકાર કરી. ભીમરાજા જેનધર્મને પ્રભાવક થયો અને અનુક્રમે ત્રણ બંડને ભક્તા થયે દોશું દક દેવની જેમ સાંસારિક સુખ ભાગવતાં તેને પાંત્રીસ હજાર વર્ષ પસાર થયા.
એકદા ચાર જ્ઞાનધારી અને બહુ પરિવારથી પરિવરેલા ક્ષમાસાગર નામના આચાર્ય સહસ્સામ્રવનમાં પધાર્યા, એટલે વનપાળે રાજાને વધામણી આપી. તેથી સંતુષ્ટ થઈ પિતાના શરીરના આભારગો તેને આપી દઈને રાજા સપરિવાર ગુરૂને વંદન કરવા આવ્યા, ત્યાં ગુરૂ અને અન્ય સાધુઓને વંદન કરી તે યથાસ્થાને બેઠે, એટલે ગુરૂ મહારાજે સંસારથી તારવાવાળી, ભવ્ય જીવોને મનહર અને કર્ણને સુખકારી એવી ઘર્મદેશના દેવાને પ્રારંભ કર્યો –
“અહ ભવ્ય જીવો ! ધર્મને અવસર પામીને વિવેકી