________________
૧૦૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
છું, છતાં હું એક વિજ્ઞપ્તિ કરું છું કે આ મારી મદાલસા નામે પુત્રી છે. તેનું તમે પાણિગ્રહણ કરે.” એટલે કુમારે તેના આગ્રહથી તેનું પાણિગ્રહણ કર્યું.
એવામાં કાપાલિક સહિત વીશભુજાવાળી કાલિકા વિમાનમાં બેસીને ત્યાં આવી, અને કુમારને નમન કરીને બેઠી. પછી તે બોલી કે –“હે કુમાર ! આ મારે હાર તું ગ્રહણ કર. એ હારમાં નવ રને છે, તેના પ્રભાવથી તને ત્રણ ખંડનું રાજ્ય અને આકાશગમનની શક્તિ પ્રાપ્ત થશે, તેમજ બધા રાજાઓ તારી આજ્ઞાને વશ થશે. બીજી એક વાત સાંભળ–તારા માબાપ અને તારા નગરજને તારા વિરહથી અતિ દુખિત છે, તેઓ તારા દર્શનને ઇરછે છે. હું વિમાનમાં બેસીને તારા નગર ઉપરથી ચાલી આવતી હતી, તે વખતે તારા માતાપિતા અને નગરજન તારા ગુણને સંભારી સંભારીને વારંવાર વિલાપ કરતા મારા જેવામાં આવ્યા. એટલે તેમને મેં કહ્યું કે –“તમે ચિંતા ન કરે, હું બે દિવસમાં ભીમકુમારને અહીં લઈ આવીશ.” માટે હવે તમારે ત્યાં તરત જવું જોઈએ” આ પ્રમાણે સાંભળીને ભીમકુમાર ત્યાં જવાને ઉત્સુક થયે એટલે યક્ષ વિમાન વિકુવીને બોલ્યો કે “હે કુમાર ! આ વિમાનમાં બેસીને તમારા પિતાના નગરે જવા ચાલો. પછી હેમરથરાજાએ હાથી, ઘેડા આદિ બહુ વસ્ત્રો તથા દ્રવ્ય, આભરણ અને રત્નાદિ આપ્યા, અને પોતાની પુત્રીને વળાવી. પછી ભીમકુમાર હેમરથરાજાની આજ્ઞા લઈને વિમાનમાં બેસી કન્યા અને મંત્રી સહિત પિતાના નગર તરફ ચાલ્યો. હાથી, અશ્વો અને પદાતીએ સર્વે ભૂમિમાર્ગે ચાલવા લાગ્યા. દેવતાઓ તેની આગળ