________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૭ પુરૂષે આડંબરને માટે વિલંબ ન કરે; કારણ કે બહુબળિયે. જે રાત્રી પસાર થવા દીધી છે તે પ્રભાતે તક્ષશિલામાં આદિનાથને વંદન કરી ન શકયા. વળી આ અપાર સંસારમાં મહાકાષ્ટ મનુષ્યભવ મેળવ્યા છતાં જે પ્રાણ વિષયસુખની લાલચમાં લપટાઈને ધર્મ કરતું નથી તે મૂર્ખશિરોમણિ સમુદ્રમાં બૂડતાં મજબુત નાવને મૂકીને પાષાણને આશ્રય લેવા જેવું કરે છે.” (સિંદુર પ્રકરણ)
| ઇત્યાદિ ધર્મદેશના સાંભળીને વૈરાગ્યથી રંગિત થયેલા રાજાએ કહ્યું કે – હે ભગવન્! મેં પૂર્વભવમાં શું પુણ્ય કર્યું હતું કે જેથી હું ઈષ્ટ સુખ પામ્યો.” એટલે ગુરૂ બોલ્યા કે :“હે રાજન ! સાંભળ –
પ્રતિષ્ઠાનપુરમાં દેવદત્ત અને સેમદત્ત નામના બે ભાઈ રહેતા હતા તે બંને પરસ્પર ઈષ્ય ધરાવતા હતા અને પૂર્વભવના અભ્યાસથી તે એકબીજાની ઈર્ષ્યા કરતા હતા. પુત્રના અભાવથી મોટાભાઈએ બહુ ઓનું પાણિગ્રહણ કર્યું, તે પણ તેને પુત્રની પ્રાપ્તિ થઈ નહીં. એકદા તે એક ગામમાં - ઉઘરાણી કરવા ગયે હતો, ત્યાં રસ્તામાં દાવાનળમાં બળતો. એક સર્પ તેને જોવામાં આવ્યો, એટલે કૃપાદ્ર મનથી દેવો. તેને બહાર કાઢયા, અને મરણાંત કષ્ટથી બચાવ્યા. એકદા ભજન કરવા બેઠો હતો, એવામાં માપવાસી એક સાધુ
ત્યાં પધાર્યા. તે મુનીશ્વરને તેણે શુભ ભાવથી વહેરાવ્યું. તે દેવદત્ત આયુ પૂર્ણ થતાં મરણ પામીને હે રાજન! તું ભીમ ૧. આ હકીક્ત ઋષભદેવની છવાવસ્થાની છે. જુઓ શ્રી ત્રિષષ્ટિશલાકા
પુરષ ચરિત્ર. પર્વ પહેલું.
તા તે બંને
ની ઈર્ષ્યા
શહણ કર્યું,