________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
ત્યારે હું સિદ્ધ થઈ પ્રત્યક્ષ રીતે એને મનવાંછિત આપનાર છું. હે વત્સ અત્યારે તું અચાનક અહીં આવી ચડે છે, તારા, પુરૂષાર્થથી હું સંતુષ્ટ થઈ છું, માટે તારી ઈચ્છા પ્રમાણે માંગી. લે.” એટલે ભીમ બોલ્યો કે –“હે માત ! જે તું મારા પર સંતુષ્ટ થઈ મને પ્રિય આપવા ઈચ્છતી હોય તે મન વચન અને કાયાથી જીવહિંસાને ત્યાગ કર, હે માત ! સાંભળધર્મનું બીજ જીવદયા જ છે, એનાથી સર્વ ઈષ્ટ સિદ્ધ થાય છે, તારે પણ કેવળ દયા જ ધારણ કરવી જોઈએ. હિંસાથી આ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે, માટે હે માત ! હિંસા તજીને ઉપશમને આશ્રય કર.” આ પ્રમાણેના તેના વાકયામૃતથી સિંચાયેલી દેવી લજિજત થઈને મનમાં વિચારવા લાગી કે –“અહે એનું પુરૂષાર્થ કેવું ? એનું સત્વ કેવું? મનુષ્યપણુમાં પણ એની મહાબલિષ્ઠ બુદ્ધિ કેવી? એ પ્રમાણે વિચાર કરીને કાલિકા દેવી બોલી કે –“હે વત્સ ! સાંભળ-આજથી અમારે સર્વ જીવોની પોતાના જીવિતની જેમ રક્ષા કરવી,” એમ બોલીને કાલિકા અદૃશ્ય થઈ ગઈ
પછી મતિસાગર મંત્રીએ અવસર મેળવીને ભીમને પ્રણામ કર્યા, એટલે આંખમાં આંસુ લાવીને અને મિત્રને આલિંગન કરીને ભીમે પૂછયું કેઃ “હે મિત્ર! આ પાપી કાપાલિકે તેને પણ આવી ભયંકર અવસ્થાએ કેમ પહોંચાડે ? મંત્રી બોલ્યો કે –“હે પ્રભે ! સાંભળો-રાત્રે પ્રથમ પહેરે તમારા નિવાસસ્થાને તમારી પ્રિયા આવી, તેણે ત્યાં તમને ન જેવાથી સંભ્રાંત થઈને રોકીદારને પૂછયું, એટલે તે બધાએ તમને શેણાં, પણ તમને ન જેવાથી તેમણે જઈને રાજાને