________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
નિવેદન કર્યું. પછી રાજાએ તમારી બધે ઠેકાણે શોધ કરાવી, પણ કોઈ ઠેકાણેથી પત્તો ન મળે, એટલે તેમણે ધાર્યું કે
જરૂર મારા પુત્રનું કેઈ હરણ કરી ગયું લાગે છે. આમ વિચારતાં ને બાલતાં રાજા અત્યંત શેકાક્રાંત થઈ જવાથી બેશુદ્ધ થઈને સિંહાસન પરથી નીચે પડયા અને મૂચ્છ આવી ગઈ માતૃવર્ગ પણ મૂચ્છ પામ્યો. પછી ચંદનરસ વિગેરે સિંચતાં કેઈપણ રીતે પણ તેઓ ચેતના પામ્યા નહી અને રાજા રાણીઓ તથા મંત્રીઓ સવે વિલાપ કરવા લાગ્યા. એવામાં એકાએક ત્યાં એક સ્ત્રી આવી, તેણે કહ્યું કે –“હે રાજન! ચિંતા ન કરો, હું તમારી કુળદેવી છું, તમારા પુત્રને એક પાખંડી ઉત્તરસાધકના બહાનાથી સ્મશાનમાં લઈ ગયો છે, ત્યાં તે તેનું મસ્તક લેવાને તૈયાર થયો હતો પણ તે બચી ગયો છે.” ઈત્યાદિ બધી હકીકત કહીને ફરી તે બેલી કે –“તમારો પુત્ર કેટલાક દિવસ પછી મહદ્ધિપૂર્વક આવશે એમ કહીને તે અદશ્ય થઈ ગઈ. તેના આ પ્રમાણેના વચન સાંભળીને હું સ્મશાનમાં તમને શોધવા માટે ઘરેથી નીકળ્યો, એવામાં આ પાપી કાપાલિક ત્યાંથી ઉપાડીને મને અહીં લઈ આવ્યો. એણે મારી ઘણું વિડંબના કરી, એવામાં મારા પુણ્યગે હે પ્રભે ! તમે અહીં આવી પહોંચ્યા. પછી કાપાલિક બેલ્યો કે –“અહે! સાત્ત્વિક શિરોમણિ! તેં કાલિકાને જે દયામય ધર્મ સંભળાવ્યો, તેને હું પણ સ્વીકાર કરું છું. તું મને ધમદાન આપવાથી મારે ધર્મગુરૂ થયો છે, હું તારે સેવક છું, હું તને વધારે શું કહું? તું અતિશય દયાવાન હોવાથી હું તારી કેટલી