________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
સ્તુતિ કરૂ? એમ બોલે છે એવામાં સૂર્યોદય થશે. તે વખતે સપ્તાંગ સજિજત અને માટે પર્વત જેવો એક હાથી ત્યાં આવ્યો, અને મંત્રી સહિત કુમારને પોતાની સૂંઢવડે ઉપાડી પિતાની પીઠ પર બેસાડી કાલિકાના મંદિરમાંથી બહાર નીકળી તે આકાશમાં ઉડયે એટલે કુમાર વિસ્મય પામીને બોલ્યો કે –“હે મંત્રીશ! જે, પૃથ્વીતલપર કેવા કેવા હસ્તીરત્ન જેવામાં આવે છે? આ આપણને લઈને ક્યાં જશે તે સમજાતું નથી, તે વખતે સર્વજ્ઞ વચનને મનમાં લાવીને મંત્રી છે કે –“ હે કુમારેંદ્ર! એ હાથી જણાતું નથી, પણ તમારા પુણ્યથી પ્રેરિત કાઈ દેવ જણાય છે, તેથી આપણને લઈને એને જયાં જવું હોય ત્યાં ભલે જાય. સર્વત્ર પુણ્યના પ્રભાવથી સારૂં જ થશે.” મંત્રીપુત્ર ને કુમાર આ પ્રમાણે વાત કરે છે. એવામાં તે હાથી એક ક્ષણવારમાં આકાશથી નીચે ઉતરી એક નિર્જન નગરના મુખ્ય દ્વાર આગળ તેમને મૂકને કયાંક ચાલ્યા ગયે, પછી મંત્રીને બહાર મૂકીને કૌતુકથી નિભય અને નિઃશંક તે કુમાર એકાકી નગરમાં ચાલ્યા. ત્યાં દ્વિપૂર્ણ અને મને હર એવા શૂન્ય બજાર અને ઘર જેતે જે નગરના મધ્ય ભાગમાં આવ્યા. એવામાં એક સિંહના મુખમાં સપડાયેલ પુરૂષને તેણે જોયે. કુમારે તેને જોઈને વિચાર કર્યો કે –“આ કંઈ પણ દિવ્ય પ્રભાવ છે !” એમ વિચારી તે વિનયપૂર્વક સિંહને કહેવા લાગ્યું કે “હે સિંહ! આ પુરૂષને મૂકી દે.” એટલે સિંહ પણ તે પુરૂષને મેઢામાંથી કાઢી પોતાના બંને પગની વચમાં રાખીને સાશંકપણે ભીમને કહેવા લાગ્યા કે –“અહો ! સત્યપુરૂષ! ઘણું સમયથી ભુખ્યા