________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
છે.
અગ્રેસર છે, માટે વરદાન માગ” એટલે ભીમ બે કે –“હે, માત! તમારા પ્રસાદથી મારે બધું છે.” દેવીએ કહ્યું કે હે વત્સ ! તું અજેય થા.” કુમાર બેલ્યો કે:-“મારે જિનેશ્વરનું જ શરણ છે તેથી હું અજેય જ છું. એટલે દેવી બોલી કે મારે પણ જિનેશ્વરનું જ શરણ છે આ પ્રમાણે તે બંને પરસ્પર વાર્તાલાપ કરતા હતા, એવામાં કયાંકથી મધુર દવનિ સાંભળવામાં આવ્યા; એટલે તેણે દેવીને પૂછયું કે:-“હે દેવી! આ કોનો અવાજ સંભળાય છે? તે બેલી કે - “આ વિંધ્યાચળ પર મુનિએ ચાર માસના ઉપવાસી થઈને ચાતુર્માસ રહ્યા છે, તે ધન્ય મુનિઓ અત્યારે સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર છે (સ્વાધ્યાય કરે છે) તેમને એ અવાજ છે.” ભીમ બોલ્યો કે:-“તે હું ત્યાં જઈ તેમને વંદના કરીને મારા જન્મને સફળ કરૂં.” દેવીએ તે. વાત સ્વીકારી, એટલે ભીમ ત્યાંથી નીકળે અને દેવીએ બતાવેલા. માગે જ્યાં વિવિધ આસનોને અભ્યાસ કરતા તે તપોધન, મુનિઓ બેઠા હતા ત્યાં જઈને તે સાધુઓને વંદન કર્યું એવામાં તે ચક્ષિણું પણ પરિવાર સહિત મુનિઓને વંદન કરવા આવી, પછી ત્યાં દેવી અને કુમાર બંને ધર્મધ્યાનમાં લીન એવા સાધુઓને વંદન કરીને સ્વાધ્યાય સાંભળી અનુમોદના કરવા, લાગ્યા.
એવામાં ભીમે આકાશમાંથી ઉતરતી એક મહાભુજા જોઈ. તે કાળના દંડની જેમ અકસ્માત કુમારની પાસે પડી. એટલે ભીમ ચિંતવવા લાગ્યો કે –“આ શું કરશે?” એમ તે વિચારે છે, તેવામાં તેની તલવાર લઈને તે ભુજ-ચાલતી થઈ “આ લાંબી અને કાળી ભુજા કેની હશે? અને તે કયાં જશે?