________________
- શ્રી પાર્શ્વનાથ ચરિત્ર.
દેવાપૂર્વક ભીમની પાસે બેસી તેને એકાંતે લઈ જઈને આ પ્રમાણે કહ્યું - હે ભીમ ! હે પરાક્રમથી પરોપકારક! સાંભળ-. મારી પાસે ભુવનક્ષોભણ નામે એક શ્રેષ્ઠ વિદ્યા છે. તેની બાર વર્ષ થયા મેં પૂર્વ સાધના કરી છે, હવે તેની ઉત્તરસાધના પ્રતવનમાં (સ્મશાનમાં) જઈ આવતી વદ ચતુર્દશીના દિવસે કરવાની છે. માટે હે મહાસત્ત! જે તું ઉત્તરસાધક થા, તે મારી વિદ્યા સિદ્ધ થાય” આ પ્રમાણે સાંભળીને રાજકુમાર મનમાં વિચારવા લાગ્યું કે આ વિનશ્વર અને અસાર દેહથી જો કેઈને પણ ઉપકાર થતું હોય તે શા માટે ન કરે?” એમ વિચારીને કુમારે તેનું વચન કબુલ રાખ્યું, એટલે ફરી તે પાખંડી બે કે – હે કુમાર ! દશ દિવસ પછી વદ ચતુર્દશી આવશે; તે તેટલા દિવસ મારે તારી પાસે રહેવું છે” કુમારે તેની પણ પરવાનગી આપી, એટલે તે ત્યાં રહ્યો, અને કુમારની સાથે ભજન અને ગોષ્ઠી (વાતચીત) કરવા લાગ્યો. આથી મંત્રી પુત્રે તેને એકાંતમાં કહ્યું કે;-“હે સ્વામિ !' આ પાખડીની સાથે તમારે વાતચીત કરવી યુક્ત નથી, દુર્જનનો સંગ વિષની જેમ મનુષ્યને મારે છે.” કુમાર બે કે - હે મિત્ર ! તારું કહેવું સત્ય છે, પરંતુ દાક્ષિણ્યથી મેં તેનું વચન અંગીકાર કર્યું છે. તેથી તેને નિર્વાહ કરવો એજ શ્રેયસ્કર છે. આ પ્રમાણેને ઉત્તર સાંભળી મંત્રી પુત્રે તેને ફરી. ફરી વાર્યો, છતાં કુમારે પિતાનો કદીગ્રહ મૂકયે નહિ,
એવામાં અનુક્રમે વદ ચૌદશ આવી, એટલે રાત્રિના એક પહેર પછી વીરવેષને ધારણ કરી નિર્ભય થઈને કુમાર તે કાપાલિકની સાથે સ્મશાન તરફ ચાલ્યો. ત્યાં મંડળ આળેખી