________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
બાલત્વ અને વૃદ્ધત્વમાં જાય છે, અને બાકીનું વ્યાધિ, વિયોગ અને દુખમાં સમાપ્ત થાય છે. અહ! જળ તરંગના જેવા ચપળ જીવિતમાં પ્રાણીઓને સુખ કયાં છે ? ચેરના વૃક્ષને માટે હું કલ્પવૃક્ષ હાર્યો, કાચના કટકાને માટે ચિંતામણિ હાર્યો, આ અસાર સંસારના મેહમાં લીન થઈને હું મૂઢ ધર્મને હારી ગયો. હવે હું શું કરું? અને કયાં જાઉં? એમ વિચારીને રાજા બે કે –“મને અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીભાષિત ધર્મનું શરણ થાઓ.” આ પ્રમાણે રાજા વિકલ્પ કરે છે એવામાં પાણી નજીક આવ્યું એટલે રાજા અંતરમાં નમસ્કાર ચિંતવવા લાગ્યો. એ વખતે એક વહાણ તેની સન્મુખ આવ્યું. તે જોઈને પ્રધાન બેલ્યો કે - “હે રાજન્ ! કઈ દેવતાએ તમને આ વહાણ મોકલ્યું જણાય છે, માટે એની ઉપર આરૂઢ થાઓ.” એમ સાંભળીને રાજા જેટલામાં તે વહાણમાં ચડવાને પગ ઉપાડે છે, તેવામાં ન મળે મેઘ કે ન મળે ગરવ. પ્રથમ પ્રમાણે જ પિતાને સભામાં સ્વસ્થ બેઠેલો જોયે, અને ગીત નૃત્યાદિ મહેસવથી આનંદિત થયેલા સર્વ લેકે પણ જોવામાં આવ્યા. એટલે રાજાએ નિમિત્તજ્ઞને પૂછયું કે –“દૈવજ્ઞ! આ તે શું આશ્ચર્ય નેમિત્તિક બે કે –“હે રાજેન્દ્ર ! મેં વિદ્યાના બળથી તમને ઈંદ્રજાળ બતાવી.” એટલે રાજાએ પ્રસન્ન થઈને તેને બહુ ધન આપી વિસર્જન કર્યો પછી તે ઈંદ્રજાળ જોઈને રાજ્યથી વિરક્ત થયેલ રાજા મનમાં આ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે “અહે! જેવું આ ઇદ્રજાળનું સ્વરૂપ ક્ષણિક જોવામાં આવ્યું. તેવું જે યવન, સ્નેહ, આયુ અને ભવાદિક બધું સંસારનું સ્વરૂપ ક્ષણિક છે, વળી આ દેહ,