________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
સભાસદો સંભ્રમિત થઈ ગયા. એવામાં તે એકદમ ઉતર દિશાને પવન પ્રગટ થયા અને ઈશાન ખુણામાં એક કાળામાત્ર એટલે વાદળને સમૂહ પ્રગટ થયે; એટલે નિમિત્તા બે કે –“હે લેકે ! જુઓ, જુઓ, આ વાદળું બધા આકાશને ઢાંકી મૂકશે.” એમ તે બેલે છે તેવામાં તે તે વાદળું આકાશમાં સર્વત્ર વ્યાપ્ત થઈ ગયું. એટલે સભાસદ બધા સ્વસ્થાને ગયા, અને નાટક વિસર્જન કરવામાં આવ્યું. એ વખતે આકાશમાં એકદમ એ ગજસ્વ થયો કે જેથી પૃથ્વી જાણે ભય પામી હોય તેમ પ્રતિશબ્દથી મુંબાર કરવા લાગી, તથા ઉદંડ વીજળીના ઝબકારા જાણે મહીમંડલને ગ્રસ્ત કરવાને ઈચ્છતા હોય તેમ પ્રસરવા લાગ્યા અને રાજા વિગેરેના જતાં વરસાદ મુશળધારાએ વરસવા લાગ્યો ક્ષણવારમાં બધું જળથી વ્યાપ્ત થઈ ગયું. નગરમાં હાહારવ થઈ રહ્યો. લોકો આકંદ કરવા લાગ્યા. નગરમાં મેટે ક્ષેાભ થા. પાણી કયાંય પણ માતું ન હતું. તે વખતે રાજા, પ્રધાન અને નિમિત્તજ્ઞ એ ત્રણે એક સાત ભૂમિવાળા મહેલ પર ચડયા. નગરજનોનું આકંદન સાંભળીને રાજા દુખિત થવા લાગ્યા. પાણી વધતું વધતું અનુક્રમે સાતમી ભૂમિકાએ પહોંચ્યું. તે જોઈને રાજા વિચાર કરવા લાગ્યું કે –“અહો ! ધર્મ ન કરવાથી મને આ સંકટ પ્રાપ્ત થયું, મેં કંઈ પણ સુકૃત ન કર્યું, મારું આયુષ્ય ક્ષીણ થઈ ગયું. અહો ! વિષયમાં આસક્ત મન હોવાથી જિદ્રભાષિત ધર્મ ન આરા. અહિ ! આ જન્મ ફોગટ ગુમાવ્યું. કહ્યું છે કે - “મનુષ્યના સે વર્ષના પરિમિત આયુષ્યમાંથી અર્ધ આયુ રાત્રિનું જાય છે, તે અર્ધનું અર્ધ