________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૮૫
સ્થિર કરવા માટે ફરી મુનિએ કહ્યું કે – “હે ભદ્ર! નિરપરાધી જીવોની હિંસા ન કરવાના સંબંધમાં એક ઉદાહરણ સાંભળ –
કઈક છ પુરૂષે એક ગામને નાશ કરવાને ચાલ્યા, તેમાં એક બેલ્યો કે – “બે પગ અને ચેપગી વિગેરે બધાને નાશ કરો, બીજે છે કે – “પશુધથી આપણને શું પ્રયોજન છે? માત્ર મનુષ્યોને વધ કરો.” ત્રીજે બેલ્યો કે:-“પુરૂષોનો વધ કરે, પણ સ્ત્રીઓને વધ ન કરે.” ચોથો બેલ્યા કે –
જેમના હાથમાં શસ્ત્ર હોય એવા પુરૂષોને મારવા, બીજાને ન મારવા.” પાંચમે બે કે – “જેઓ આપણે ઘાત કરવા સામાં આવે તેમને મારવા, બીજા શસ્ત્રધારીને ન મારવા.” છટ્ઠો બેલ્યો કેઃ- કેઈને પણ મારવાની જરૂર નથી, માત્ર તેની સાર સાર વસ્તુ જ લઈ લેવી.” એમના મનની ભિન્નતાને લીધે કૃષ્ણ, નીલ, કાત, તેજસ, પર્વ અને શુકલ એ છે લેશ્યાઓ થઈ. એમ જાણુને શુકલ લેશ્યા ધારણ કરવી. કહ્યું છે કે – લઘુકમી ઉત્તમજને થોડા ઉપદેશથી પણ ભીમકુમારની જેમ પાપારંભની પ્રવૃત્તિથી નિવૃત્ત થાય છે.”
પછી ભીમકુમારે મુનિશ્વરને પૂછ્યું કે - “હે પ્રભે! આપને આવી તરૂણાવસ્થામાં વૈરાગ્ય પામવાનું કારણ શું થયું ? એમ પૂછતાં મુનિશ્વર બેધ્યા કે –“હે ભીમ સાંભળ
કુંકણ દેશમાં સિદ્ધપુર નામનું નગર છે. ત્યાં ભુવનસાર નામે રાજા રાજ્ય કરતો હતો. તે એકદા સભામાં બેઠો હતો, એવામાં દક્ષિણ દેશના નૃત્ય કરનારા આવ્યા. તેમણે સમતાલયુક્ત મૃદંગાદિક તથા તાલ, છંદ અને રાજને અનુસરતું 'તાતા