________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અનુક્રમે માતાપિતાના મનોરથની સાથે વૃદ્ધિ પામવા લાગ્યો. તેને બુદ્ધિસાગર મંત્રીના પુત્ર અતિસાગરની સાથે મિત્રાચારી થઈ. તે તેને પરમ ઈષ્ટ અને પરમ પ્રિય થઈ પડશે. એક ક્ષણવાર પણ તે તેના વિયેગને સહન કરી શકતા નહિ. અનુક્રમે ભીમકુમાર શાસ્ત્ર અને શસ્ત્રાદિ કળામાં પ્રવિણ થશે.
એકદા રાજા રાજ સભામાં પુત્રની સાથે ઉચિતાસન પર બેઠા હતા, એવામાં વનપાલકે આવીને વિજ્ઞપ્તિ કરી કે, “હે સ્વામિન્ ! દિવ્ય વાણીવાળા દેવચ દ્ર નામના મુનિંદ્ર ચંપક ઉદ્યાનમાં પધાર્યા છે ” તે સાંભળી હર્ષથી રોમાંચિત થઈને રાજાએ એક મુગટ સિવાય બધા અલંકારો પોતાના અંગ પરથી ઉતારીને તેને ઈનામમાં આપી દીધા. પછી કુમાર, મંત્રી અને સામંતાદિ સહિત રાજા મુનિંદ્રને વંદન કરવા ગયા. ત્યાં ઉત્તરાસંગ કરી અંજલિપૂર્વક ગુરૂમહારાજને વંદન કરીને રાજા યથાસ્થાને બેઠો. ગુરૂમહારાજે પાપનો નાશ કરનારી ધર્મલાભરૂપ આશીષ આપી. પછી તેમણે આ પ્રમાણે ધર્મદેશના આપી :
હે ભવ્યજને ! જેમ કેઈ કાચબે અગાધ સરોવરમાં રહેતો હતો, ત્યાં વાયુથી શેવાલ દૂર થઈ જતાં તે છિદ્રમાંથી તેણે ચંદ્રમાને છે; પરંતુ ફરી વાયુવડે જ તે છિદ્ર શેવાલથી પૂરાઈ જતાં તે કાચબાને ચ દ્રિના દર્શન દુર્લભં થઈ પડયાં, તેમ પ્રાણુને મનુષ્યભવની પ્રાપ્તિ " દુર્લભ સમજવી. જેને અનુત્તરાવમાનવાસી દેવતાઓ પણ પ્રયત્નથી પામી શકે છે, એવા આ માનવભવને પામીને ઉત્તમ એ શિવમાર્ગમાં અવશ્ય યત્ન કર.”