________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર બેસાડીને પૂછયું કે, “હે નિમિત્તજ્ઞ! સ્વનેનાં ફળ કહે. એટલે બ્રાહ્મણ છે કે હે નરેંદ્ર ! સાંભળે શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે કે જે સ્વપ્નમાં ગાય પર, બળદ પર, ઝાડ પર, પર્વત પર, મહેલ પર કે હાથી પર આરેહણ કરવાનું જોવામાં આવે અથવા પોતાનું રૂદન કે અગમ્ય (અજાણ્યા) સ્થાનમાં જવાનું જોવામાં આવે તો તે મરણને જણાવનારૂં છે. વસ્ત્ર, અન્ન, ફળ, પાન, ફુલ, દી, દહી, ધ્વજા, રત્ન, ચામર અને છત્ર એ જે મંત્રથી મેળવેલા સ્વપ્નમાં જોવામાં આવે તે ધન આપનાર થાય છે. દેવનું દર્શન થાય તે તે ધન્ય છે અને પૂજન તે વિશેષ ધન્ય છે. રાજ્યલાભ, પયપાન અને સૂર્ય તથા ચંદ્રના દર્શનથી લક્ષમીને લાભ થાય છે. પિતાને તેલ અને કુંકુમ લેપાએલે, ગીત નાચમાં તત્પર અથવા હસતે જુએ તે તે દુખ આપનાર થાય છે, (અર્થાત્ દુઃખી થાય છે.) આ પંડિતેક્તિ અન્યથા ન સમજવી. વિશેષમાં પ્રશસ્ત સફેદ બધું શુભ છે. અને નિંદ્ય કાળુ બધું અશુભ છે હે દેવ! ઈત્યાદિ સ્વપ્નશાસ્ત્રમાં બહુ વાત કહેલી છે. આ પ્રમાણે સાંભળીને રાજાએ ફરી પૂછયું કે, “આજ રાત્રે સ્વપ્નમાં પોતાના ખેાળામાં રાણીએ સિંહ જે છે, તે હે પંડિત ! તેનું શું ફળ પ્રાપ્ત થશે? એટલે તે બે કે હે રાજન તમને પુત્રને લાભ થશે.” પછી રાજાએ અત્યંત સંતુષ્ટ થઈને તે બ્રાહ્મણને સન્માનપૂર્વક બહુ ધન આપીને વિસર્જન કર્યો. અનુક્રમે રાણીએ સારા સમયે અતિ તેજસ્વી પુત્રને જન્મ આપે. એટલે કુળ ક્રમાનુસારે ઉત્સવપૂર્વક રાજાએ તે પુત્રનું ભીમ એવું નામ રાખ્યું. તે ભીમકુમાર પાંચ ધાવમાતાઓથી લાલનપાલન કરાતો