________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
ટી
કારણ કે પેાતાના આત્મા પ્રમાણે ખીજાને પણ સમજવા.’ તે વ્રતમાં આ પ્રમાણે પાંચ અતિચાર તજવાના કહેલા છે. વધ, બંધન, છવિચ્છેદ, અતિભાર આાપણ યા પ્રહાર અને અન્નાદિકના નિરાધ–એ પાંચ અતિચાર પણ હિંસારૂપ કહ્યા છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. વધુ એટલે ચાપગાદિકને નિય થઇને મારવું તે. ખંધ એટલે દોરડાદિકથી નિર્દય રીતે તેમને ખાંધવું તે. છવિચ્છેદ એટલે કાન, નાક, ગળુ, કબળ અને પુછડાદિકને છેદવુ' તે. પ્રહાર એટલે નિર્દય રીતે દડાર્દિકના પ્રહાર કરવા તે અથવા અતિભારારાપણ તે તેની શક્તિના વિચાર ન કરતાં તેના પર બહુ ભારનું આાપણુ કરવું તે. ન અને આહાર પાણી નિષેધ એટલે યેાગ્ય અવસરે તેને આહાર પાણીના નિષેધ કરવા તે. એ પાંચ અતિચારા ત્યાજ્ય છે, જે પ્રાણી પાતે જીવ રક્ષા કરે છે. અને ખીજા પાસે પણ કરાવે છે, તે ભીમકુમારની જેમ અદ્દભુત સમૃદ્ધિને પામે છે, તેની કથા આ પ્રમાણે છે.
આજ ભરતક્ષેત્રમાં કમલપુર નામે નગર છે ત્યાં પ્રજાપાલક અને ન્યાયનિષ્ઠ એવા હરિવાહન નામે રાજા રાજ્ય કરતા હતા. તેને શીલ-અલ કારથી વિભૂષિત મદનસુરી નામની પટરાણી હતી. તે એકદા સુખે સુતી હતી એવામાં પેાતાના ખેાળામાં રહેલ સિ ંહને સ્વપ્નમાં જોઈ ને તેણે તે હકીકત રાજાને નિવેદન કરી, એટલે રાજા પણ તે સાંભળીને આનંદ પામ્યા. પછી સવારના કાર્ય કરી સભામાં આવીને રાજાએ સ્વપ્નશાસ્ત્રમાં વિશારદ એક બ્રાહ્મણને ખેલાવી આસન આપી
૬