________________
- શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ગ ગતિ ધપમપ ધાં ધંતા થંગનિ થંગનિ ધિધિકટિ ધિધિકટિ પૂર્વક સુંદર આલાપ કરીને પ્રેક્ષણીય (નાટક) શરૂ કર્યું, એટલે સભામાં બેઠેલ રાજા તે જેવાને લયલીન થઈ ગયો. એવામાં દ્વારપાળે આવીને વિજ્ઞપ્તિ કરી કે –“પ્રભો ! અષ્ટાંગ નિમિત્તને જાણનાર કેઈ નૈમિત્તિક આવ્યો છે, તે આપનું દર્શન કરવા ઈચ્છે છે.” રાજાએ કહ્યું કે – આ અવસર કર્યો છે? દેવતાઓને પણ દુર્લભ એવું આ નાટક થાય છે તે જોતું નથી ? એટલે મંત્રી છે કે:-“હે સ્વામિન્ એમ ન કહો, નાટક સુલભ છે, પણ અષ્ટાંગ નિમિત્તજ્ઞ પુરૂષ દુર્લભ છે.” પછી રાજાની આજ્ઞાથી દ્વારપાળે તે નૈમિત્તિકને સભામાં પ્રવેશ કરાવ્યું, એટલે જેના હાથમાં પિથી છે અને જેની આકૃતિ સુંદર છે એવો શ્વત વસ્ત્રધારી તે રાજાની પાસે આવ્યા, અને મંત્રોચ્ચારપૂર્વક રાજાને આશીર્વાદ દઈને યાચિત સ્થાને બેઠે. એટલે રાજાએ તેને પૂછ્યું કે –“હે નિમિત્તજ્ઞ! તમને કુશળ છે એટલે દીન વાણીથી નિમિત્ત બે કે – હે સ્વામિન્ ! કુશળ તે એવું છે કે જે કહી પણ ન શકાય. આથી રાજા સાશંક થઈને બોલ્યો કે –“શું વાદળ તુટી પડશે ?” તે બેલ્યો કે - “ હે રાજન! તમે જે બેલ્યા, તે સત્ય છે. એટલે ફરી સાશંક થઈને રાજાએ આદરપૂર્વક કહ્યું કે - “હે ભદ્ર! જ્ઞાનથી જે તમારા જાણવામાં આવતું હોય, તે નિઃશંકપણે કહે.” નૈમિત્તિક બોલ્યો કે - “હે સ્વામિન્ ! બહુ કહેવાથી શું ? ટુંકામાં જ કહું છું કે બે ઘડી પછી પૃથ્વી પર મેઘ એવી રીતે. મુશળધારોથી વરસશે કે જેથી પ્રસાદ, મંદિરાદિ બધું જળમય અને એક સમુદ્રાકાર થઈ જશે.” આ પ્રમાણે સાંભળીને સર્વે