________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
કોઈને પણ આપી દઈશ, એટલે તેમને આના બદલામાં કંઈક અનાદિક આપશે. એમ વિચારીને લાકડાનો ભારો માથે લઈને અને પેલા ધનદત્તના નામ વાળી તે નવલિકાને વચને છેડે બાંધીને તે નગર બાજુ ગયે. - અહીં નાનભાઈ દેવદત્ત પોતાને ઘેર બેઠે છે, ત્યાં તેને તેની માતાએ કહ્યું કે હે વત્સ ! તારો મેટા ભાઈ ધર્મદત્ત દિશાતર ગયા છે, તેને ઘણા દિવસે થઈ ગયા, તેના સમાચાર માત્ર પણ નથી, માટે કયાંક તપાસ કરી અને કોઈને પૂછ આ પ્રમાણે તેની માતા તેને વારંવાર કહેતી હતી, તેથી આજે તે દેવદત્ત પાણીને ઘડે હાથમાં લઈને નગરની બહાર નીકળે, અને તેણે મનમાં વિચાર્યું કે કઈ પણ જાતે આવતે માણસ મળે તે મારે તેને મારા ભાઈની ખબર પૂછવી. એમ ધારીને તે આગળ ચાલ્યો. એવામાં આગળ ચાલતાં . રસ્તા માથે ભારે લીધેલ અને થાકેલે પેલો કઠીયારો તેને સામે મળ્યો. એટલે તે કઠીઆરાએ કહ્યું કે, “હે પુરૂષોત્તમ! હે શેઠ! હું થાકેલે અને તરસ્ય છું, માટે મને પાણી આપ” તે સાંભળીને દેવદત્ત બે કે -આ લે, પાણી પી એમ કહીને તેણે તેને પાણી પાયું. પછી પાણી પી કરી થોડીવાર આરામ કરી સંતુષ્ટ થઈને તે બેલ્યો કે–હે શેઠ! મારા વસ્ત્રમાં કંઈક બાંધેલું છે, તે તને બતાવું. એમ કહીને તેણે ધનદત્તના નામવાળી નવલિકા બતાવી, તે નવલિકા પર પિતાના ભાઈનું નામ જોઈને પૂછયું કે, હે ભદ્ર! આ નવલિકા - તને ક્યાંથી મળી ? એટલે તેણે સત્ય કહ્યું કે, હું તને ઓળખતે નથી, પણ કંઈક પુરૂષ રસ્તે જતાં નવલિકાને ખાડામાં દાટીને