________________
૭૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
સ્નેહપૂર્વક વ્યાપાર કરતા હતા. તેમાં નાના ભાઈ જિનધમ માં અત્યંત આસકત હતા, તે બે વખત રાજ પ્રતિક્રમણ કરતા, ત્રિકાળ પૂજા કરતા અને સામાયિક આવશ્યક તથા પૌષધાદિક કરતા અને વ્યાપાર પણ કરતા હતા. એકદા માટા ભાઈ નાનાભાઈને કહેવા લાગ્યા કે હું ભાઇ! હાલ તા લક્ષ્મી ઉપાર્જન કર, પછી વૃદ્ધપણામાં ધર્માનુષ્ઠાન કરજે.’ એટલે નાના ભાઈ ખેળ્યેા કે, હે ભાઈ! મારૂં કથન સાંભળ. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે—
यावत्स्वस्थमिदं शरीरमरूज यावज्जरा दूरता, यावच्चेद्रियशक्ति रप्रहिता यावत्क्षया नायुषः । आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्ना महान्, संदीप्ते भवने तु कूपखननं प्रत्युद्यमः कीदृशः ॥
જયાં સુધી આ શરીર નિરાગી અને સ્વસ્થ છે, જયાં સુધી ઘડપણું દૂર છે. ઈંદ્રિયાની શક્તિ કાયમ છે. અને જયાં સુધી આયુષ્ય ક્ષીણ થયું નથી, ત્યાં સુધીમાં જ સુજ્ઞને આત્મકલ્યાણના ઉદ્યમ કરી લેવેા, આગ લાગે ત્યાર પછી કુવા ખાવા એ ઉદ્યમ શા કામના ?
એકદા મેટા ભાઇએ કહ્યું કે હું દ્રવ્ય ઉપાર્જન કરવા દેશાંતર જઈશ આ ધન અને ઘર બધું તારે સભાળવાનું છે, માટે કાળજી રાખજે. એમ કહીને તે દેશાંતર ચાલ્યા. અનુક્રમે રાહણાચળ પર જઈ ને વેપાર કરવા લાગ્યા. ત્યાં તેણે પંદર