________________
૭૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર.
રાજાએ દીક્ષા અંગીકાર કરી, અને નિરતિચાર ચારિત્ર પાળી અંતે અનશન કરી કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા.
હવે કિરણવગ રાજા પિતાની રાજ્યસંપત્તિ પામીને. નીતિશાસ્ત્રાનુસારે પ્રજાને પાળવા લાગ્યા “જ્ઞાન છતાં મૌન, શક્તિ છતાં ક્ષમા અને દાન દેતાં છતાં પ્રશંસાની અનિચ્છાએ ગુણએ ગુણાનુબંધીપણાથી ભાઈ હોય તેમ તેનામાં વાસ કર્યો: હતો. તેમજ . निंदंतु नीतिनिपुणा यदिवा स्तुवन्तु,
लक्ष्मीः समाविशतु गच्छतुवा यथेष्टम् । अद्यैर मरणमस्तु युगांतरे वा, न्यायात् पथः प्रविवलंति पदं न धीगः ॥
નીતિનિપુણને ભલે નિંદા કરે કે, પ્રશસા કરે, લક્ષ્મી વેચ્છાએ આવે કે ભલે ચાલી જાઓ અને મરણ આજે જ આવે કે યુગના અંતે આવે તથાપિ ધીરપુરૂષે ન્યાય માર્ગથી. કદીપણ ચલાયમાન થતા નથી. આ નીતિવાક્યને તેણે હૃદયમાં ધારણ કરી રાખ્યું હતું. અનાસક્ત મનથી પદ્માવતીની સાથે વિષયસુખ ભેગવતાં તે રાજાને ધરણુવેગ નામે પુત્ર થયે. અનુક્રમે રાજ્ય ભેગવતા ઘણા વર્ષો પસાર થઈ ગયા.
એકદા નગર બહાર નંદનવન નામના ઉદ્યાનમાં ભવ્યજન રૂપ કમળને પ્રફુલિત કરતા, પાપ નાશ કરતાં અને. ગ્રામાનુગ્રામ વિચરતા વિજયભદ્ર નામે આચાર્ય પધાર્યા. તેમની.