________________
બીજે સર્ગ
[સરસ્વતી, શાસનદેવતા અને ગુરૂના ચરણબુજને ભાવથી પ્રણામ કરીને દેવ ગુરૂના પ્રાસાદથી કર્ણામૃતરૂપ થયેલા બીજા સર્ગને હું સામ્ય ભાવથી કહું છું.
પૂર્વ મહાવિદેહમાં સુકચ્છ નામના વિજયમાં વૈતાઢય પર્વત પર ધનથી પરિપૂર્ણ એવી તિલકપુર નામે નગરી છે. તે ઉચા, મનહર રંગિત અને ધવલ પ્રસાદની શ્રેણીથી શેભાયમાન છે, સર્વદા અનેક વિદ્યાધરોની શ્રેણીથી વિરાજીત છે અને ચોરાશી ચૌટા તથા દુકાનની પંક્તિઓથી તે ઉપશોભિત છે. ત્યાં સકળ વિદ્યાધરોનો સ્વામી, પોતાના યશરૂ૫ પાણીથી અશેષ દિશાઓના મુખને પ્રક્ષાલિત કરનાર, પિતાના આચારમાં વર્તવાથી અને પ્રજાનું રક્ષણ કરવાથી શિષ્ટ, પ્રશિષ્ટ, હૃષ્ટ અને ન્યાયનિષ્ઠ એવી ખ્યાતિને પામેલ વિદ્ગતિ નામે રાજા હતા. તેને રૂ૫, લાવણ્ય અને સૌભાગ્યાદિક ગુણોથી અન્ય સ્ત્રીઓમાં તિલક સમાન તિલકાવતી નામે પટરાણી હતી. - તે રાણીની સાથે રાજા મનવાંછિત વિષયસુખ ભેગવતે હતે. " 1 અન્યદા આઠમા દેવલોકમાંથી હાથીને જીવ દેવ ચવીને તિલકાવતી રાણીના ઉદરમાં અવતર્યો. શુભદિવસે અને શુભ