________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પર આસક્ત જાણીને તેની પાસે જઈ તેને સહસ્ત્રાર દેવલોકમાં લઈ આવ્યા. પૂર્વજન્મના સંબંધથી તેને તેના પર અત્યંત સ્નેહ થયે. કહ્યું છે કે “પ્રથમના બે દેવલોકના દેવે કાયાથી (મનુષ્યની જેમ) વિષય સેવે છે, ૩-૪ દેવકના દેવ સ્પર્શ માત્રથી, ૫-૬ દેવલોકના દે રૂપ જેવા માત્રથી, ૭-૮દેવલોકના દેવો શબ્દ શ્રવણ માત્રથી અને બાકીના ચાર દેવલોકના દેવે મનથી જ વિષય સેવે છે તેની ઉપરના નવ પ્રવેયક તથા પાંચ અનુત્તર વિમાનના દેવ અપ્રવિચાર એટલે વિષય વૃત્તિ વિનાના અને તેનાથી અનંતગણ સુખી હોય છે.”
હવે તે દેવ દેવી સાથે કેહવાર નંદીશ્વર દ્વીપે જઈને શાશ્વત જિનપ્રતિમાના પૂજન અને ગીગાનથી, કેઈવાર મહામુનિઓની ઉપાસનાથી, કેઈવાર નંદનવનની વાવડીઓમાં જળક્રીડા કરવાથી અને કેઈવાર ગીતવાઈબ્રના નિત્ય મહોત્સવ રૂપ મરારસથી આનંદ મેળવતો હતો અને તેની સાથે સ્વેચ્છાએ કીડા કરતું હતું ત્યાં વિષય સુખ ભોગવતાં તેમને અસંખ્યા તે કાળ પસાર થયા.
અહીં કેટલાક સમય પસાર થયા પછી કુર્કટસાપ મરણ પામીને ધૂમ્રપ્રભા નામની પાંચમી નરક પૃથ્વીમાં ૧૭ સાગર પમનાં આયુષ્યવાળો નારકી થયા. ત્યાં પાંચમી નરકની વિવિધ પ્રકારની વેદના તે સહન કરવા લાગ્યો સિદ્ધાંતમાં કહ્યું છે કે “નરકમાં નારક પરમ તીક્ષણ અને મહાભયંકર એવા જે દુખે સહન કરે છે તેનું કરોડ વર્ષે પણ , વર્ણન કરી શકે? અગ્નિદાહ સાલમલિના ઝાડપરથી પતન, અસિવનમાં ભ્રમણ અને વૈતરણમાં વહન તેમજ સેંકડે પ્રહારોનું