________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર લગ્ન સમયે તે રાણીએ બત્રીસ લક્ષણવાળા પુત્રને જન્મ આપે. પિતાએ તે બાળકનું કિરણુવેગ નામ રાખ્યું. પાંચ ધાવમાતાએથી લાલન પાલન કરતો તે કુમાર અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યો અને નિશાળમાં અભ્યાસ કરવા લાગે. શાસ્ત્ર અને શસ્ત્ર વિગેરેની બહોંતેર કળામાં પ્રવીણ અને અડતાલીસ હજાર વિદ્યામાં પારંગત થયેલ તે કુમાર અનુક્રમે યૌવનાવસ્થા પામ્યો. એટલે રાજાએ મેટા વંશમાં ઉત્પન્ન થયેલા સામંતરાજની કન્યા પદ્માવતી સાથે મહદ્ધિસૂચક મહત્સવપૂર્વક તેને પરણાવ્યો અને યુવરાજ પદવી આપી. કેટલાક વખત પછી ગુરૂ સંયોગથી રાજા સંવેગ પામ્યો, એટલે કિરણવેગને રાજ્ય પર સ્થાપન કરી પ્રધાનને તે આ પ્રમાણે કહેવા લાગે, “હે પ્રધાનો ! આજથી તમારો આ સ્વામી છે, સ્વપ્નમાં પણ તમારે એની આજ્ઞા ઓળંગવી નહિ. હે સેવકો ! આ કિરણવેગને તમારે મારા જેવો જ સમજી લેવું. પછી રાજાએ કિરણગ કુમારને પણ કહ્યું કે, “હે વત્સ ! તારે પણ આ રાજલકનું સારી રીતે પાલન કરવું. મોટે અપરાધ થતાં પણ માત્ર બાહ્યવૃત્તિથી ક્રોધ બતાવવો, અંતરમાં તેના પર રોષ રાખવો નહીં, સમુદ્રની જેમ મર્યાદા ઓળંગવી નહિ, પંડિતેની સાથે સમાગમ કરવો, જુગારાદિ વ્યસને કદાપિ ન સેવવા તથા દુર્ગણમાં અનાદર કર, સ્વામી, પ્રધાન, રાષ્ટ્ર કિલ્લો, ખજાનો, બળ અને મિત્રવર્ગરૂપ સપ્તાંગ રાજયલક્ષમીની સંભાળ રાખવી. હે વત્સ ! રાજ્યને અંતે નરક છે, તેથી રાજ્ય કરતાં પણ ધર્મકાર્યમાં આદર કર એ પ્રમાણે શિક્ષા આપી -સમસ્તજનોને ખમાવીને શ્રતસાગર ચારણમુનિની પાસે તે