________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૭૫
સાથે સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર એવા અનેક મુનિઓ હતા. વનપાળકે આવીને કિરણગ રાજાને વિજ્ઞપ્તિ કરી કે, “હે રાજેદ્રઆજ આપના નંદનવન ઉદ્યાનમાં બહુમુનિઓથી પરિવરેલા વિજયભદ્ર આચાર્ય પધાર્યા છે. તે સાંભળીને રાજાએ હર્ષ પામી તેને વધામણ આપી. પછી ઉદ્યાનમાં જઈને તેણે સર્વે મુનિઓને ભક્તિપૂર્વક વંદન કર્યું. નગરજને પણ ગુરૂને વંદન કરવા આવ્યા. એટલે રાજા અને લોકેના અનુગ્રહ નિમિત્તે ગુરૂમહારાજે ધર્મદેશના આપવાને પ્રારંભ કર્યો. आसाद्यते भवां भाधौ, भ्रमद्भिर्यत्कथंचन । मुग्धैस्तत्प्राप्य मानुष्य हा रत्नमिव हार्यते ॥
ભવસાગરમાં ભમતા મહાકટે માનવભવ પામીને અહે ! મુગ્ધજને રન હારી જાય તેમ તેને હારી જાય છે. તેમજ આ અસાર સંસારમાં કઈ રીતે મનુષ્યભવ પામીને જે પ્રાણી વિષયસુખની લાલચમાં લપેટાઈને ધર્મ સાધતું નથી, તે મૂર્ખ શિરોમણું સમુદ્રમાં બૂડતાં શ્રેષ્ઠનાવને મુકીને પાષાણને બાથ ભરવા જેવું કરે છે. વળી ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે કે જેમ કેડીને માટે મે ભાઈ હજાર રત્ન હારી ગયે અને કાચી કેરીનું ભક્ષણ કરવા જતાં રાજા રાજ્યને હારી ગયો. તેમ વિષયસુખને નિમિત્તે જીવ નરભવ હારી જાય છે. આ સંબંધમાં કહેલ કથાનક નીચે પ્રમાણે છે.
પારક નગરમાં બે ભાઈઓ રહેતા હતા. ધનદત્ત અને દેવદત્ત નામના તે બંને ભાઈઓ શ્રાવક હતા અને પરસ્પર