________________
६८
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, કેધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રતિઅરતિ, પરિવાદ, માયામૃષાવાદ અને મિથ્યાવશ૦ એ અઢાર પાપસ્થાને હું ત્યાગ કરું છું. એમ ચિંતવવા લાગે તથા
खामेमि सब जीवे, सब्वे जीवा खमंतु मे । मित्ति मे सव्व भूअसु. वैरं मज्झं न केणइ ॥
“હું સર્વ ને ખમાવું છું, સર્વ જી મારા પર ક્ષમ કરો, પ્રાણીઓ પર મારે મૈત્રીભાવ છે, કોઈ પ્રાણી સાથે મારે વૈરભાવ નથી.” તેમજ વળી હું સર્વ પ્રાણીઓને ખાવું છું અને તેઓ મારા પર ક્ષમા કરે સર્વ જીવો સાથે મને મૈત્રી થાઓ અને શ્રી વીતરાગનું શરણ મને પ્રાપ્ત થાઓ.
ઈત્યાદિક ભાવના ભાવતાં તેહાથી એકમનથી પંચપરમેષ્ઠિ નમસ્કારનું સ્મરણ કરવા લાગ્યા. તે વિચારવા લાગ્યો કે “વ્યાધિ અથવા મૃત્યુમાં પર તે નિમિત્ત માત્ર છે, પ્રાણને પોતાના કર્મનુસાર જ શુભ શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વિચાર સમતારૂપી અમૃતથી સિત થઈ ધર્મ ધ્યાન ધ્યાવતાં મરણ પામીને તેહાથી આઠમાં દેવલોકમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળો દેવ થયો. ત્યાં એક અંતમુહૂર્તમાં તે બે દેવદૂષ્ય વસ્ત્રના મધ્યમાંથી ઉત્પન્ન થઈને ઉઠો. તે અવસરે ત્યાં હાજર રહેલા સેવક દેવ અને દેવાંગનાઓ શય્યામાં બેઠેલા, તરૂણ પુરૂષાકાર, સર્વાગ વિભૂષિત, રન, કુંડળ, મુગટ અને ઉજવલહાર વિગેરેથી અલંકૃત શરીરવાળા
:
:
:
-