________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અજ્ઞાનથી મૂઢાત્મા હાથી થયે છે. હવે તે સંબંધી બહુ ખેદ કરવાથી સર્યું. હવે તે હે ગજરાજ ! પૂર્વજન્મ પ્રમાણે તે વિષય અને કષાયને સંગ તજી દે અને સમતારસને ભજ. અત્યારે તું સર્વ વિરતિ પાળવા સમર્થ નથી, તે પણ આ ભવમાં દેશવિરતિ ધારણ કરી શકાય છે, માટે પૂર્વભવે અંગીકાર કરેલ બારવ્રત રૂપ શ્રાવક ધર્મ તને પ્રાપ્ત થાઓ.
આ પ્રમાણે અરવિંદ રાજર્ષિએ કહેલ ધર્મનું રહસ્ય શ્રદ્ધા સહિત સુંઢના અગ્રભાગથી તેણે સ્વીકારી લીધું. વરૂણ હાથણી પણ તેની જેમ જાતિસ્મરણ પામી, એટલે તેને સ્થિર કરવા મુનિરાજે ફરી પણ એકવાર ધર્મોપદેશ આપ્યો પછી ગજરાજ શ્રાવક થઈ મુનિને નમસ્કાર કરીને પરિવાર સહિત સ્વસ્થાને ગયે. એટલે ફરી બધા લોકે ત્યાં એકત્ર થયા, અને તે હાથીના બાદથી વિસ્મય પામી કેટલાકજનેએ દીક્ષા લીધી અને કેટલાક શ્રાવક થયા. તે વખતે સાગરદત્ત સાર્થવાહ પણ જિનધર્મમાં દ્રઢાશયવાળે થયો. પછી તે અરવિંદ રાજષિએ અષ્ટાપદ પર્વત પર જઈને બધી જિનપ્રતિમાઓને વંદન કર્યું, અને ત્યાં અનશન કરી કેવળજ્ઞાન પામીને અચલ, અરૂજ, અનંત, અક્ષય અવ્યાબાધ અને અપુનરાવૃત્તિક (ફરી ન આવવું પડે) એવા સિદ્ધ સ્થાનને પ્રાપ્ત થયા. - હવે પેલો હાથી શ્રાવક થઈને સમભાવને ભાવતા, જીવદયા પાળત; છઠ્ઠ આદિ તપ કરતે, સૂર્યના કિરણેથી ગરમ થયેલ અચિત્ત પાણી અને સુકા પાંદડાથી પારણું કરતે હાથણીઓ સાથેની ક્રીડાથી વિમુખ થઈ મનમાં વિરક્ત ભાવ લાવીને આ પ્રમાણે વિચારવા લાગ્યું કે, “અહો! જેઓ