________________
૬૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
6
કુવિકલ્પ કરવાથી તું અધાગત ખાંધે છે.' એટલે તે શ્રાવક ફરી મત્સ્યેા કે, ‘કે મહાત્મન્ ! હવે ફરીને દાન દઉં” કે જેથી ઉત્તમતિ બધાય. મુનિ ખેલ્યા કે, લાભથી (આશીર્ભાવથી) તેવું ફળ ન થાય. પછી અનુક્રમે મરણ પામીને તે ધન્ય આઠમા દેવલાકમાં દેવતા થયા અને ફરી પશુ વિપ રહિત સુપાત્રદાન આપતા પરિણામે તે મુક્તિ પામ્યા. આ પ્રમાણે અરવિંદ્રરાષિની સાથે રહેવાથી સાગરદત્ત સાવાહ દરરાજ ધર્મશિક્ષા સાંભળવા લાગ્યા. પરિણામે કલ્પવૃક્ષની પ્રાપ્તિ સમાન ગુરૂ સયેાગ પામીને તે સાવાર્હ સર્વથા મિથ્યાત્વ તજીને સમક્તિ પામ્યા.
અનુક્રમે અરવિંદ મુનિની સાથે ચાલતાં જે વનમાં મરૂભૂતિના જીવ હાથી થયા છે તે વનમાં સાગરદા સા વાહ સાથ' સહિત આવ્યા. ત્યાં નજીકમાં એક મેટું સરોવર હતુ, તે કમળવનામાં ભમતાં ભમરેશનાં ગુજારવના બહાનાથી આતિથ્ય કરવા માટે જાણે મુસાફરાને ખેાલાવતુ. હાય તેવું જણાતું હતું. શબ્દાયમાન હંસ, સારસ અને ચક્રવાક પક્ષીએ જાણે તેના ગુણેા ગાતા હોય તેમ જણાતું હતું અને મુનિશ્વરાના મનની જેવા સ્વચ્છ પાણીથી તે ભરેલું હતું તે સરેાવર પર સાજના પાણી, મળતણ વિગેરેથી રસેાઈ કરવી આદિ ક્રિયા કરવા લાગ્યા. એવામાં મરૂભૂતિના જીવ હાથી હાથણીઓથી પરિવરેલા થઈને તે સરાવરમાં પાણી પીવા આવ્યા. ત્યાં પાણીથી પૂછ્યું સરોવરમાં હાથણીએ સાથે ઘણા વખત સુધી રમીને બહાર આવી તે સરાવરની પાળ પર ચઢયા. ત્યાં દિશાઓને અવલેાકતા તે સાને જોવાથી યમરાજની જેમ સુખ અને આંખને લાલ કરી બે કાનને નિષ્પ્રશ્નપ કરતા, શુડાઈને કુંડળાકાર કરતા. ગનાએથી