________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૬ ૩
ઉપાર્જન કરે છે, પણ હું શું કરું? મેં પ્રથમ અભિગ્રહ લીધો છે તેથી મારે દેવપૂજા કરવા આવવું પડે છે. આ દેવપૂજાનું શુભ ફળ મળવું તે તે દૂર છે, બાકી વ્યાપારની હાનિરૂપ ફળ તે તરત જ મળે છે. આવા કુવિક૯૫થી દેવપૂજા કરવા છતાં તે પિતાનું પુણ્યધન હારી ગયો. તેણે વ્યંતરજાતિના દેવનું આયુ બાંધ્યું, ભદ્રક જિનપૂજાના અનમેદનથી સૌધર્મ દેવક માં દેવપણું પામ્યા નંદક કુવકલપથી વ્યંતરદેવ થયા. માટે કુવિકલ્પથી જિનપૂજા ન કરવી, પણ શુભભાવથી જિનપૂજા કરવી. હવે કુવિકલ્પથી આપેલ દાનનું ફળ સાંભળો
ઉજજયિનીમાં અન્ય નામને વણીક પુત્ર વ્યાપારને માટે પોતાની દુકાને બેઠો હતે. એવામાં કોઈ અણગાર માસખમણને પારણે ભિક્ષા લેવા નીકળ્યા. કારણ કે “મુનિને પ્રથમ પોરસીએ સજજાય, બીજીએ ધ્યાન, ત્રીજીએ ગોચરી અને ચોથીએ ફરી સજજાય કરવાનું કહેલ છે? ધન્ય વણીક ભિક્ષા માટે ફરતા મુનિને જોઈને ભાવથી તેમને બોલાવી તેમના પાત્રમાં અખંડધારાએ ઘી વહોરાવતાં તેણે ઉચ્ચગતિ ઉપાર્જન કરી અને વધતા જતાં તેના પુણ્યનો વિઘાત ન થવા માટે મુનિએ તેને અટકાવ્ય નહીં, એવામાં તે દાતાના મનમાં આવ્યું કે અહો! આ એકાકી મુનિ આટલા બધા ઘીને શું કરશે? કે જેથી તેઓ ઘી લેતાં અટકતા નથી. એ વખતે તેણે દેવકનું આયુ બાંધ્યું હતું. એટલે જ્ઞાની મુનિએ તેને કહ્યું કે, “હે મુગ્ધ! તું ઉચ્ચગતિ બાંધતે નીચે ન પડ.” તે બોલ્યો કે, “આવું અસંબદ્ધ ન બોલે,” એટલે મુનિ બાલ્યા કે “હે ભદ્ર! મને ઘીનું દાન આપતાં તે દેવકનું આયુષ્ય બાંધ્યું છે, પણ હવે