________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૬
રસ્તે જતાં તેમને વ્યાપારને માટે પરદેશ જતે સાગરદત્ત નામને સાર્થવાહ મળે. એટલે સાગરદો તે મુનીશને પૂછ્યું કે “તમે ક્યાં જશે ? મુનિ બેલ્યા કે અષ્ટાપદ પર ભગવંતને વંદન કરવા જઈશું. સાથે શે ફરી પૂછ્યું કે, “હે સાધો ! તે પર્વત પર ક્યા દેવ છે ? તે મંદિર ને મૂર્તિ કેણે કરાવ્યા છે અને તેમને વંદન કરવાથી ફળ શું પ્રાપ્ત થાય ?” એટલે અરવિંદ રાજર્ષિએ તેને આસનભવી (થોડા કાળમાં મેશે. જવાવાળે) જાણીને કહ્યું કે, “હે મહાનુભાવ! ત્યાં દેવના સર્વ ગુણથી યુક્ત અરહિંતદેવ છે, તેમનામાં અનંતગુણે હોય છે, અને તેઓ અઢાર દોષથી રહિત હોય છે. કહ્યું છે કે,
અજ્ઞાન, ક્રોધ મદ માન, ભ, માયા, રતિ, અરતિ, નિદ્રા, શેક, અસત્યવચન, ચેરી મત્સર, ભય, હિંસા, પ્રેમ, ક્રિયાપ્રસંગ અને હાસ્ય એ અઢાર દેષ જેમના નાશ પામ્યા છે તે દેવાધિદેવને હું નમસ્કાર કરૂં છું ! ત્યાં અષ્ટાપદ ઉપર ઋષભાદિક ચોવીશે તીર્થકરોની પ્રતિમાઓ છે. ઇક્ષવાકુ કુળમાં ઉત્પન્ન થયેલા શ્રી આદિનાથ પ્રથમ તીર્થંકરના પુત્ર ભરત ચકવતિએ અષ્ટાપદ પર એક મેટું દિવ્ય દહેરાસર કરાવ્યું છે તેમાં ડષભાદિક ચોવીશ જિનેશ્વરાની સ્વસ્વ વર્ણ અને પ્રમાણવાળી ૨ત્નની પ્રતિમાઓ કરાવીને તેણે સ્થાપના કરી છે. તેમને વંદન કરતાં નરેંદ્રપણાને અને સ્વર્ગના સામ્રાજ્યપદને (ઈદ્રિપણાને) લાભ તો પ્રાસંગિક મળે છે, એનું મુખ્ય ફળ. તે મોક્ષની પ્રાપ્તિ થાય તે છે. જેમનું ભાગ્ય વધારે જાગૃત હોય, તેઓ જ તેમનું પૂજન અને દર્શન કરી શકે છે. તેમની પૂજા કરવાથી બંને દુર્ગતિ (નરક, તિર્યંચગતિ)ને ક્ષય થાય.