________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૫૯
અત્યંત દુખિત થઈને કહ્યું કે, “હે પ્રાણપ્રિય! તમારી રાજ્ય પરિત્યાગની વા તુલ્ય વાર્તા સાંભળીને અમારું હૃદય શતખંડ થઈ જાય છે. હે સ્વામિન્ ! હે જીવિતેશ્વર ! પ્રસન્ન થાઓ, અને એ આગ્રહ મૂકી દે એ કર્કશતપ ક્યાં ! અને આ સુકુમાળ એવું તમારું શરીર કયાં! માટે આ રાજ્ય ભેગા અને પ્રજાનું પાલન કરે. તથા સુભટોની રક્ષા કરે. એ પ્રમાણે પ્રબળ સ્નેહને વશ થયેલી પિતાની પત્નીઓને જોઈને તેને પ્રતિબંધવા રાજા બે કે હે પ્રિયાએ સાંભળजन्मदुःखं जरादुःख, मृत्युदुःख पुनः पुनः । संसार सागरे घारे, तस्मा जागृत जागृत ॥१॥ कामक्रोध लोभ मेाहा देहे तिष्ठति तस्कराः । हरंति ज्ञान रत्नानि तस्माज्जागृत जागृत ॥२॥
આ ભયંકર સંસારમાં જન્મ, જરા અને મરણનું દુઃખ વારંવાર પ્રાણુ પર તરાપ મારે છે, માટે જાગૃત થાઓ જાગૃત થાઓ. (૧) આ દેહમાં રહેલા કામ, ક્રોધ અને લેભરૂ૫ રે તમારૂં જ્ઞાનરત્ન ચેરી લે છે, માટે જાગૃત થાઓ, જાગૃત થાઓ. (૨) માતા, પિતા, પત્ની, ભાઈ, ધન અને ઘર એમાંનું તારૂં કશું નથી, માટે જાગૃત થાઓ, જાગૃત થાઓ, વ્યવહારની બહુ કાળજી રાખતાં અને આશાથી બંધાતાં મનુષ્ય પોતાનું ક્ષણે ક્ષણે ક્ષીણ થતું આયુષ્ય જોઈ શકતા નથી, માટે જાગૃત થાઓ, જાગૃત થાઓ. હે ચેતન ! જરા, વ્યાધિ અને મૃત્યુ