________________
૫૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પણ અંતે દારૂણ છે. અહ! આ સંસારમાં સાચું કંઈજ જેવામાં આવતું નથી. સંસાર સદા અસારજ છે. પ્રતિક્ષણે ક્ષીણ થતું આ શરીર પ્રાણીના લક્ષ્યમાં આવતું નથી, પરંતુ તે પાણીમાં રહેલા કાચાપડાની જેમ ક્ષણે ક્ષણે ગળી જાય છે. પગેપગે આઘાત પામતા વધ્યજનની જેમ દિવસે દિવસે મૃત્યુ પ્રાણીની પાસેને પાસે આવે છે અને અહે! માતા, પિતા, ભાઈ, પ્રિયા અને પુત્રના દેખતાં આ પ્રાણ શરણરહિત થઈ પિતાના કર્મયોગે યમને ઘેર ચા જાય છે, અર્થાત્ મૃત્યુ પામે છે. આ પ્રમાણે આ સંસારમાં બધું અનિત્ય જ છે. કહ્યું છે કે, (દશવૈકાલિક સૂત્રમાં) 11 atવ ન . વાદી ગાવ રા. जाव इंदिया नहायंनि ताव धम्म समायरे ॥
હે પામર પ્રાણ! જયાં સુધી તને જરા સતાવે નહીં, વ્યાધિઓ વધે નહી અને ઇન્દ્રિયે હાનિ પામે નહીં, ત્યાં સુધીમાં ધર્મ સાધી લે. ખરેખર ! તેજ મહાનુભાવ પુણ્યવંત. છે, કે જેમાં રાજ્યને તજીને સદ્દગુરૂની પાસે વ્રત અંગીકાર કરે છે. હું અન્ય રાજ્ય લંપટ છું. હવે મારૂં યૌવન તે પસાર થઈ ગયું છે, તેથી વગર વિલંબે મારે દીક્ષા લેવી યોગ્ય છે. પત્નિ, પુત્ર અને રાજ્યાદિક કેના! (મારા નહીં) આ પ્રમાણે વિચાર કરતા રાજા વૈરાગ્યવારિધિ પર ચઢ, અને સ્વજને સમક્ષ તેણે પંચમુષ્ટિ લેચ કરવાનો આરંભ કર્યો. એ રીતે રાજાને વિરક્ત અને વતેસુક જોઈને અંતપુરજને