________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
મનુષ્યભવ પામીને દીક્ષા ધારણ કરે છે તે પુરૂષોને ધન્ય છે. ગતભવમાં મનુષ્ય જન્મ પામીને હું ફેગટ હારી ગયો. હવે શું કરું? અત્યારે તે હું પશુ છું” આ પ્રમાણે ભાવના ભાવતા અને જેવા તેવા વન્ય આહારથી પેટ ભરતાં, રાગદ્વેષને છોડતાં, અને સુખદુઃખમાં સમભાવ ધારણ કરતાં તે હાથી વખત ગાળવા લાવ્યા
હવે કમઠ ક્રોધને લીધે મરૂભૂતિનો વધ કરવાથી ગુરૂથી અપમાન પામતો અને બીજા તાપસેથી નિદાતે વિશેષ આનંધ્યાનને વશ થઈ મરણ પામીને કુકટ જાતિને (ઉડત) સપ થયો. તે અટવી માં પોતાના દર્શન માત્રથી પણ સર્વ પ્રાણુંએને ભયંકર થઈ પડયે. તે દાઢ, પક્ષવિક્ષેપ, નખ અને પિતાના મઢાથી જંતુઓને યમની જેમ સંહાર કરતે હતે.
એકદા સરોવરમાં સૂર્યથી તપેલા પ્રાસુક પાણું પીવા આવેલા તે હાથીને ત્યાં આવી ચઢેલા પેલા પાપી કુર્કટસાપે જે. એવામાં દૈવયોગે પાણી પીતાં તે હાથી કાદવમાં મગ્ન થઇ ગયા, અને તપથી શરીર અશક્ત થયેલું હોવાથી તેમાંથી નીકળવાને અશક્ત થઈ ગયે તેને પેલે સર્ષ કુંભસ્થળ પર ડછ્યું, એટલે આખા શરીરમાં તેનું ઝેર ફેલાયું. આ અવસરે પિતાને અવસાન (મૃત્યુ) કાળ નજીક જાણીને તે હાથીએ ચતુર્વિધ આહારનું “મવ વરિ વા”િ એમ પૂર્વભવના અભ્યાસથી પચ્ચખાણ કર્યું અને સમ્યક્ત્વનું સ્મરણ કર્યું. “અરિહંત મારા દેવ, મારા ચાવજ જીવ સુસાધુ ગુરૂ અને જિનપ્રણિત મારે ધર્મ એ સમ્યક્ત્વ હું અંગીકાર કરું છું તથા અઢાર પાપસ્થાનનું તે આ પ્રમાણે સ્મરણ કરવા લાગે. “પ્રાણાતિપાત,