________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર દિશાઓને પૂરતે તે હાથી સાર્થ જનને ત્રાસ પાડવા લાગે. તેથી પુરૂષ, સ્ત્રીઓ, વાહને અને કરભાદિક બધા દશે દિશામાં પલાયન કરવા લાગ્યા. એ અવસરે જ્ઞાનવાન અરવિંદરાજર્ષિ જ્ઞાનથી તે હાથીનો બોધકાળ જાણીને ત્યાં કાર્યોત્સર્ગે રહ્યા. તે હાથી પોતાના જાતિસ્વભાવથી ક્રોધાવેશ વડે દૂરથી તે મુનિની સન્મુખ દેડ. પણ તેમની નજીક આવતાં તેમના તપના પ્રભાવથી જાણે અંજાઈ ગયો હોય તેમ તે મુનિની સમક્ષ એક નૂતન શિષ્યની જેમ ઉભો રહ્યો. એટલે તેના ઉપકાર માટે કાર્યોત્સર્ગ પારીને તે મુનિ શાંત અને ગંભીર વાણીથી હાથીને પ્રતિબંધ આપવા લાગ્યા. “હે ગજેન્દ્ર! તું પોતાના મરૂભૂતિના ભવને કેમ સંભારતે નથી ? અને મને અરવિંદ રાજાને કેમ ઓળખતે નથી? પૂર્વે મરૂભૂતિના ભવમાં અંગીકાર કરેલ આહર્ત ધર્મને કેમ ભૂલી જાય છે ? હે ગજરાજ ! એ બધું સંભાર ! શ્વાપદ જાતિથી થયેલ આહજન્ય અજ્ઞાનને તજી દે.” આ પ્રમાણેનાં તે મુનિનાં અમૃત સમાન વચનનું બે કાનથી પાન કરતાં તે ગજરાજ શુભ અધ્યવસાયથી તત્કાળ જાતિસ્મરણ પાચો એટલે હર્ષાશ્રુથી આંખને ભીની કરી, દૂરથી શરીરને નમાવી, પોતાની સુંઢથી મુનિરાજના ચરણયુગલને સ્પર્શ કરી સંવેગને પામેલ તે ગજરાજે મસ્તક નમાવીને તે મુનિરાજને નમસ્કાર કર્યો. એટલે ફરી તે મુનિ હાથીને કહેવા લાગ્યા કે,
હે ગજરાજ ! સાંભળ આ નાટક સમાન સંસારમાં જીવ નટની જેમ અનેક પ્રકારનાં રૂપ ધારણ કરે છે. તું પૂર્વભવમાં બ્રાહ્મણ અને તત્વજ્ઞ શ્રાવક હતું અને અત્યારે સ્વજાતિના