________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૭
આવ્યો. તેનાં પગને અનુસાર પાછળ લાગેલા રાજપુરૂષે પણ તે વનમાં ચારને ગયેલો જાણીને વનને ઘેરીને ઉભા રહ્યા પછી ઉદ્યોત (પ્રકાશ) જેવાથી તે ચરે ઉદ્યાનમાં સ્કંદિલ પાસે જઈને સર્વ સમાચાર પૂછયા. તેના પૂછવાથી તેણે બધું સત્ય કહી દીધું. એટલે ચેરે વિચાર કર્યો કે:-“ગંધાર જિનધર્મમાં સ્થિર ધાર્મિક શ્રાવક છે માટે તેનું કથન યુગાંતે પણ અસત્ય ન હાય” એમ વિચારીને ચારે કહ્યું કે –“મને તે મંત્ર કહે અને આ રત્નને કરંડીયે ગ્રહણ કર, કે જેથી હું તે મંત્ર સાધીને તેની ખાત્રી કરી આપું એટલે કંદિલે પણ કૌતુકથી એકાગ્રતા પૂર્વક તે મંત્ર તેને યથાતથ્ય કહી બતાવ્યો. પછી તે ચરે શકા પર બેસીને એકમનથી તે મંત્રને ૧૦૮ વાર પાઠ કર્યો. પ્રાંતે સાહસ પકડીને તેણે શીકાના ચારે દોરડા એકી સાથે કાપી નાંખ્યા, એટલે વિદ્યાની અધિષ્ઠાયક દેવીએ સંતુષ્ટ થઈને તેને વિમાન રચી આપ્યું. ચાર પણ તે વિમાન પર બેસીને તરત આકાશ-માર્ગે ચાલતે થયો. પ્રભાત સમયે આયુધ સહિત રાજપુરૂષ વનમાં ચોરને શોધવા લાગ્યા, એટલે કરડીઆ સહિત સ્કંદિલ તેમના જેવામાં આવ્યો. તેને જોતાં જ તેઓ બોલ્યા કે –“અરે ! આને પકડ, બાંધે, તે જ આ ચોર છે.” એમ બેલતા તે સુભટે સ્કંદિલને બાંધીને રાજા પાસે લઈ ગયા. તે વખતે વિદ્યાધર થયેલ ચેરે એક મોટી શિલા વિકુવી રાજાની ઉપર આકાશે રહીને બોલ્યો કે “આ સ્કંદિલ મારો ગુરૂ છે તેથી જે એનું વિપરીત કરશે તેની ઉપર હું આ શિલા નાંખીશ.” તે સાંભળીને બધા લેકે ભય અને ત્રાસ પામ્યા. રાજા ભયભીત થઈને આ પ્રમાણે છે કે - બેચરાધીશ!