________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
અભિગ્રહ લઈ નમસ્કાર કરીને સર્વે સ્વસ્થાને ગયા. તે વખતે પ્રકૃતિએ લઘુકમ મરૂભૂતિ વિષયથી વિરકત થઈ ધર્મકર્મમાં તત્પર થયે. દક્ષતા, દાક્ષિણ્ય, સૌજન્ય, સત્ય, શૌચ અને દયા વિગેરે ગુણેથી તે નાનો છતાં માટે બની ગયો, અને મે કમઠ તે મિથ્યાત્વના કઠિનપણાથી મગશેળીયા પાષાણ જે રહ્યો. એક કુળમાં જન્મ પામ્યા છતાં પુત્રે બધા સમાન થતા નથી. કહ્યું છે કે કેટલાક તું બડા ભેગીના હાથમાં આવીને પાત્રપણને પામે છે, કેટલાક શુદ્ધ વંશ સાથે સંલગ્ન થઈને સરસ અને મધુર ગાયન કરે છે, કેટલાક સારા દોરડાથી યુક્ત થઈ દુસ્ત જળાશયને પાર પમાડે છે અને કેટલાક તું બડા હૃદયમાં જવલિત થઈ રક્તપાન કરવાના ઉપાગમાં આવે છે.” તેમજ વળી “ગુણથી ઉજવલ એવા પ્રદીપ (દી) અને સરસવ લઘુ છતાં કલાધ્ય છે અને પ્રદીપન (આગ) તથા બિભીતક (બેડા) મોટા છતાં તે શ્રેષ્ઠ નથી.”
ભાવયતિ એવા મરૂભૂતિને સ્વપ્ન પણ કામવિકાર થત ન હતો અને તેની પત્ની વસુંધરા કામાકુળ રહ્યા કરતી હતી. કમઠનું તેના પર અત્યંત સવિકારી મન થયું હતું, તેથી તેણે સવિકારી વચને કહ્યા અને તેને પિતાને વશ કરી લીધી. પછી તે બંને કામાંધ થઈ નિરંકુશપણે નિરંતર અનાચારમાં તત્પર થયા અને સ્વેચ્છાએ કામક્રીડા કરવા લાગ્યા. કમઠની સ્ત્રી વરૂણાએ તે બધું અનુચિત જાણીને મરૂભૂતિને નિવેદન કર્યું. તે વાત સાંભળીને મરૂભૂતિએ તેને કહ્યું કે –“એ વાત સંભવતી નથી.” વરૂણા તેને વારંવાર એ વાત કહેવા લાગી, એટલે તેની ખાત્રી કરવા સારૂં એકદી મરૂભૂતિ ગ્રામાંતર (બહાર ગામ)