________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
આવપ્યા. માલમ વા, શ્રી સવમ્મી ચાળવાનું | विधेया व्यंगिता तेषा - मपराधे
महत्यपि ॥
૫૪
બ્રાહ્મણ, માલક, સ્ત્રી. તપસ્વી અને રાગી એમનો માટેા અપરાધ થાય તા પણ તેમને અન્ય શારીરિક શિક્ષા કરવી, પણ પ્રાણ રહિત ન કરવાં. એમ કહેલું હાવાથી તેને અવષ્ય જાણીને નગરથી બહાર કાઢી મૂકયા, અને રાજપુરૂષા સ્વસ્થાને ગયા
પછી એકાકી શરણરહિત તે કમઠ દીનની જેમ જંગલમાં આમતેમ ભટકતા મનમાં વિચારવા લાગ્યા કે-મારા ભાઈથી જ મને આ પ્રમાણે પરાભવ પ્રાપ્ત થયા, તેથી હું કાઈ રીતે પણ તેના વધ કરૂં,' એમ વિચારતા ભૂખ અને ક્રોધથી પૂર્ણ છતા તે મરૂભૂતિનું કંઈ પણ અનિષ્ટ કરવાને શક્તિમાન થયે! નહી કેટલાક દિવસ પછી તે કાઈ તાપસના સ્માશ્રમમાં ગા અને ત્યાં શિવ નામના મુખ્ય તાપસને પ્રણામ કરી પેાતાનુ દુઃખ જણાવીને તેની પાસે તાપસી દીક્ષા લઈ પર્વત પર જઈને તપ કરવા લાગ્યા અને તાપસેાની સેવા કરવા લાગ્યા.
હવે અહી પેાતાના માટાભાઈ કર્મઠના દારૂણ વૃત્તાંત સાંભળીને મરૂભૂતિને કોઈ સ્થાને ચેન પડતું નહિ. જેમ કેટર (ખાના)માં રહેલા અગ્નિથી વૃક્ષ અંતરમાં બળ્યો કરે તેમ મરૂભૂતિ મનમાં બળવા લાગ્યા. એકદા તેણે લેાકવાયકાથી સાંભળ્યું કે કઠે શિવ તાપસની પાસે તાપસ થયેા છે.’ એટલે મરૂભૂતિએ વિચાર કર્યો કે ‘વિપાકમાં ક્રોધનુ ફળ અતિ ભય'કર છે. કહ્યુ છે કે સ*તાપને વિસ્તારનાર, વિનયને