________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૫૫
ભેદનાર, મિત્રાઈનો નાશ કરનાર, ઉદ્વેગને ઉત્પન્ન કરનાર, અવદ્ય (પાપકારી) વચન અને કજીયાને નીપજાવનાર, કીર્તિને કાપનાર, દુર્મતિને આપનાર, પુણ્યદયને હણનાર તથા કુગતિને આપનાર એવો સદેષ કૈધ સંતજનેને ત્યાજ્ય જ છે.” વળી દાવાનળ જેમ વૃક્ષને બાળે તેમ ધર્મને જે ભસ્મીભૂત કરે છે, હાથી જેમ લતાને ઉખેડી નાંખે તેમ નીતિનું જે ઉચ્છેદન કરે છે, રાહુ જેમ ચંદ્રમાંની કળાને મલિન કરે તેમ મનુષ્યની કીર્તિને જે મલિન કરે છે, વાયુ જેમ વાદળાને વિખેરી નાંખે તેમ જે સ્વાર્થને વિખેરી નાખે છે તથા ગરમી જેમ તરસને વધારે તેમ જે આપત્તિને વધારે છે એ અને દયાને લેપ કરનારો એ ક્રોધ કરવો શી રીતે ઉચિત ગણાય??
કરડ અને ઉકરડ મુનિની જેમ ક્રોધનું ફળ મહા હાનિકાર જાણીને સંવેગવાન મરૂભૂતિ વળી મનમાં વિચારવા લાગ્યો કે - “હું કઈ રીતે પણ કમઠ પાસે જઈને તેને ખમાવું એમ મનમાં વિચારીને તેણે રાજાને કહ્યું કે, “હે સ્વામિન્! વનમાં જઈને હું કમઠને ખમાવું! એમ કહી રાજાએ વાર્યા છતાં કમઠને ખમાવવા મરૂભૂતિ વનમાં ગયે. ત્યાં તેને ચરણે પડીને તે રાગદગદ બેલ્યો કે “હે ભાઈ! તમારે ક્ષમા કરવી. ઉત્તમજનો પ્રણામ સુધી જ કેધ કરે છે. મારે અપરાધ ક્ષેતવ્ય છે. આ પ્રમાણે તેના પ્રણામ અને પ્રેમથી ઉલટે કમઠને તીવ્ર ક્રોધ ઉત્પન્ન થયે, એટલે તપાવેલા તેલમાં પાણી નાખવા જેવું થયું, તેથી એક મેટી પથ્થરની શિલા ઉપાડીને તેણે મરૂભૂતિના શિર ઉપર ફેંકી અને ફરી આંખ લાલ કરીને ક્રોધના આટેપથી એક બીજી સિલા ઉપાડી તેની