________________
૫૦
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
રનના સ્તંભથી શોભિત, સુવર્ણની ભીંતથી દેદીપ્યમાન, સ્કુરાયમાન મણિના બનાવેલા ઉત્તાન અને સુંદર પગથી આથી વિભૂષિત, સર્વાગ સુંદર, પવિત્ર, પુણ્યના મંદિર જેવા રંગ. મંડપ, સનાત્રમંડપ અને નૃત્યમંડપ વિગેરે ચારાશી મંડપેથી
મંડિત અને દિવ્ય શિખરોથી અખંડિત એવું એક સુંદર જિદ્ર ભવન કરાવ્યું અને ત્યાં શ્રી આદિનાથના બિંબની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવીને સ્થાપના કરી. પછી ત્યાં વિધિપૂર્વક ખાત્ર કરી, સચંદન અને કપૂરથી મિશ્ર સુગંધી દ્રવ્યોથી વિલેપન કરી, ભક્તિપૂર્વક આભૂષણ પહેરાવી, શતપત્ર ચંપક જાઈ વિગેરે પુપોથી તે બિંબની પૂજા કરીને રાજાએ કૃષ્ણગુરૂને ધૂપ ઉખે. પછી ઉત્તરાસંગ કરી શુદ્ધ પ્રદેશમાં રહી જિનેન્દ્રની સમક્ષ ભૂમિ ઉપર જાનયુગલ સ્થાપી ત્રણવાર પ્રણામ કરી હાથ જોડીને તે રાજા આ પ્રમાણે પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યોઃ - “હે યુગાદિ પરમેશ્વર ! હે ત્રિભુવનાધીશ! તમે જયવંતા વર્તો. હે રોલેકયતિલક! તમે જય પામે. હે વીતરાગ ! આપને નમસ્કાર થાઓ. હે સ્વામિન! હે જગન્નાથ! હે પ્રભુતપાળ ! તમે પ્રસન્ન થાઓ. હે જંગમ કલ્પવૃક્ષ! હે વિભે ! મને આપનું શરણ થાઓ. હે સદાનંદમય! હે
સ્વામિન! હે કરૂણાસાગર! આ લેક અને પરલોકમાં તમે જ મને શરણ થાઓ.” આ પ્રમાણે જિનેન્દ્રની સ્તુતિ કરી આંખને આનંદજળથી પૂર્ણ કરી ઉભે થઈને ફરી આ પ્રમાણે તે વિજ્ઞપ્તિ કરવા લાગે - “હે સ્વામિન! હે ગેલેક્ય નાયક ! સંસારસાગરમાંથી મને તારો.” એમ રોજ ભક્તિ કરતાં બહુ સમય પસાર કરીને તે વૃદ્ધાવસ્થા પામ્યો, કહ્યું છે કે – જરા