________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
४८
.
એ તમારા ગુરૂ શી રીતે? તે કહો.” એટલે ચારે બધે વૃત્તાંત કહી બતાવ્યો. તે સાંભળીને બધા વિસ્મય પામ્યા પછી રાજાએ સ્કંદિલને સન્માનપૂર્વક તેને ઘેર મેકલ્ય.” જેમ શંકાથી સ્કંદિલને વિદ્યા સિદ્ધ ન થઈ. તેમ શંકા કરવાથી સમ્યકત્વ પણ નષ્ટ થાય છે, એમ સમજીને સમ્યકત્વને નિશંક મનથી ધારણ કરવું. ચારિત્રયાન ભગ્ન થતાં ભવ્ય જીવ સમ્યકત્વરૂપ ફલ (પાટીયા)થી પણ તરી જાય છે. નિસર્ગરૂચિ પ્રમુખ દશ રૂચિ સમ્યફવધારી પુરૂષે અંતરમાં ધારણ કરવી, તે આ પ્રમાણે -
(૧) જિનેશ્વરએ દ્રવ્ય, ક્ષેત્રાદિ જે ભાવ કહ્યા છે, તેને તેવી જ રીતે જે સ્વયમેવ શ્રદ્ધે છે તેને નિસર્ગરૂચી જાણો. (૨) જે પર એવા છદમસ્થ જનથી ઉપદેશ પામી તે ભાવને ભાવથી માને છે તેને ઉપદેશરુચિ સમજવો. (૩) જેના રાગ, ષ મેહ અને અજ્ઞાન ક્ષય થયા છે એવા સર્વજ્ઞની આજ્ઞામાં જે રૂચિ કરે તેને આજ્ઞારૂચિ કહે. () અંગોપાંગ પ્રવિષ્ટ જ્ઞાનથી જે કૃતનું અધ્યયન કરીને સમ્યફવને અવગાહે છે તેને સૂત્રરૂચ જાણ (૫) એક પદને પ્રાપ્ત કરીને પાણીમાં તેલબિંદુની જેમ જે સમ્યક્ત્વને અનેક રીતે સમજે છે તેને બીજરૂચિ સમજો. (૬) જેણે શ્રી સર્વજ્ઞના સમસ્તે આગમ સ્પષ્ટાર્થથી જોયા હોય તેને આગમજ્ઞ જેને અભિગમરૂચિ કહે છે. (૭) દ્રવ્યોના સમસ્ત ભાવ બધા પ્રમાણે અને નથી જે સમજી શકે તેને વિસ્તારરૂચિ જાણ. (૮) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ સમિતિ અને ગુપ્તિ વિગેરે કિયામાં જે સદા તત્પર હોય તેને ક્રિયારૂચિ જાણ. (૯) જે ભદ્રિક ભાવથી માત્ર આજ્ઞા માનવા