________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
વડે જ જૈન છે અને કુદૃષ્ટિમાં જેને કદાગ્રહ નથી તે સંક્ષેપરૂચિ સમજે. (૧૦) જે જિનેશ્વર ભગવતે કહેલ શ્રત, ચારિત્ર અને અસ્તિકાય (ષડ્રદ્રવ્ય) સંબંધી ધર્મની પૂર્ણ શ્રદ્ધાવાળે હોય તેને ધર્મરૂચિ કહે. આ પ્રમાણે સર્વભેદનું મૂળ કારણ મન છે. માટે સુજ્ઞજનેએ તે મનને જ એકતાનવાળું કરવાની જરૂર છે.
આ પ્રમાણે ગુરૂના મુખથી ઉપદેશ સાંભળીને લલિતાંગ રાજાનું મન સમકિતમાં નિશ્ચળ થયું. ગુરૂવચનરૂપ અમૃતથી સિંચાયેલ તે (જિનમંદિર, જિનમૂર્તિ, જિનામ, સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકારૂપ) સાત ક્ષેત્રમાં ધન વાપરવા લાગ્યો અને વિશેષે સંઘભક્તિ કરવા લાગ્યા. સંઘભક્તિ કરવાથી બહુ લાભ થાય છે. કહ્યું છે કે “જે કલ્યાણરૂચિ પ્રાણી, ગુણરાશિના ક્રીડાઘર સમાન સંઘની સેવા કરે છે તેની પાસે લક્ષમી સ્વયમેવ આવે છે, કીર્તિ તરત તેનું આલિંગન કરે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ તેને મેળવવાની ઉત્કંઠાથી પ્રયત્ન કરે છે, સ્વર્ગ–લક્ષમી તેને આલિંગન કરવા ઈચ્છે છે અને મુક્તિ તેને વારંવાર જોયા કરે છે. લોકેમાં રાજા શ્રેષ્ઠ, તે કરતાં ચક્રવતી શ્રેષ્ઠ, તે કરતાં ઇંદ્ર શ્રેષ્ઠ અને સર્વ કરતાં લકત્રયના નાયક એવા જિનેશ્વર શ્રેષ્ઠ ગણાય છે. તે જ્ઞાનના મહાનિધિ જિનેશ્વર પણ શ્રી સંઘને પ્રતિદિન નમસ્કાર કરે છે. (માટે જે વૈરસ્વામીની જેમ શ્રી સંઘની ઉન્નતિ કરે છે તે પૃથ્વી પર પ્રશસ્ય છે.) લલિતાંગરાજા સદા ધર્મકૃત્ય કરતાં કાળ પસાર કરવા લાગ્યો.
એકદા સંસારની અસારતા ભાવતાં છે. રાજાએ શ્રેષ્ઠ