________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
તને એ વિદ્યા અર્પણ કરું છું અને કૃતાર્થ થાઉં છું.” શ્રેષ્ઠીએ તેનું વચન અગીકાર કર્યું એટલે વિદ્યારે પણ તેને વિધિ સહિત મંત્ર આપ્યો અને પછી તે બંને સ્વસ્થાને ગયા. પરોપકારી ગંધાર શ્રાવક સુખે સમય ગાળવા લાગ્યા.
કેટલેક કાળ ગયા પછી ગંધારને વિચાર થયો કે – અરણ્યના પુષ્પની જેમ મને આપેલ મંત્ર વૃથા ન થાઓ.” એમ વિચારીને તેણે પિતાના સ્કંદિલ મિત્રને વિધિસહિત તે મંત્ર આપ્યું. પછી તે સ્કંદિલ વિદ્યા સાધવાને માટે બધી સામગ્રી લઈ રાત્રે સ્મશાનની પાસેના ઉદ્યાનમાં ગયે. ત્યાં મળીદાન વિગેરે આપીને એક વૃક્ષની નીચે તેણે બળતા ખેરના અંગારાથી પરિપૂર્ણ એક કુડ ર પછી તેણે વૃક્ષની શાખા પર ચડીને શીકું બાંધ્યું અને નીચેનાં અગ્નિકુડ ઉપરની તે વૃક્ષની શાખાપર ચડીને શીંકામાં બેઠો. પછી એક આઠવાર અક્ષત માત્રજાપ કરીને જેટલામાં છુરીથી શી કાનું એક દોરડું કાપે છે, તેવામાં નીચે અંગારા જેઈને મનમાં શંકા થઈ કે - શીકાના ચારે દોરડા અનુક્રમે કાપી નાખતાં મંત્રસિદ્ધિ નહીં થાય તે નિશ્ચય અગ્નિમાં પડીશ માટે વૃથા પ્રાણ શા માટે ગુમાવવા? “જીવારો માતાના પરિ' જીવતો નર સેંકડે કલ્યાણ પામે. આ પ્રમાણે વિચાર કરી તે શીકા પરથી ઉતરી ગયો. અને કિંકર્તવ્યતા-મૂઢ થઈ વિચારવા લાગ્યો કે:-“આવી દુલભ સામગ્રી ફરી કયાં મળવાની છે? માટે શું કરું?” એમ ચિંતવીને ફરી પાછો શીકા પર બેઠે, પણ પાછી તે જ પ્રમાણે મનમાં શંકા આવી. એમ ચઢ ઉતર કરવા લાગ્યા. એવામાં કેાઈ ચાર રાજાના મહેલમાંથી અલંકારને કરડી લઈને ત્યાં