________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
“पुण्यादवाप्यते राज्य, पुण्योदाप्यते जयः । पुण्यादवाप्यते लक्ष्मी-यतो धर्मस्ततो जयः” ।
પુણ્યથી રાજ્ય, જય અને લક્ષમી પ્રાપ્ત થાય છે. કારણ કે ધર્મ–ત્યાં સદા જય રહેલો છે” લલિતાંગને સર્વત્ર જય થયે તે પુણ્યનો જ પ્રભાવ સમજ.
* હવે લલિતાંગકુમાર તે રાજ્યમાં એક સુપરિક્ષિત મંત્રીને નીમીને પુપાવતી સાથે પ્રધાનાદિ પરિવાર સાથે નગરજનેની રજા લઈને પોતાના પિતાએ તરત બોલાવેલ હોવાથી નિરંતર પ્રયાણ કરી શ્રીવાસનગરે આવ્યો. ત્યાં મહેલમાં બેઠેલા રાજા પાસે જઈ નમસ્કાર કરીને અપાતથી જાણે પિતાના તાપને દૂર કરતે હોય એ તે કુમાર પિતાના ચરણમાં પડી બે હાથ જોડીને વિનય અને ભક્તિપૂર્વક આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગે:-“હે તાત! શાસ્ત્રમાં ચંદનની જેવી માતાપિતાને શીતળતા આપનાર પુત્રોને કુળદીપક કહેલા છે; મેં કુપુત્રે તે તમને દુઃખ દીધું છે. કેટલાક પુત્ર પિતાના વંશમાં ચિંતામણિ જેવા હેય છે, અને હું તે આપના વંશમાં એક કીડા જેવો થયે છું, અહો! પુણ્યહીન એવા મેં પ્રતિદિન પિતાના ચરણોને વંદન ન કર્યું. વધારે શું કહું? બાલ્યાવસ્થાથી આજ પર્યત હું માતાપિતાને કેવળ કલેશ આપનાર જ થયે છું; પરંતુ હવે એ બધે અપરાધ ક્ષમા કરીને મારા પૂજ્ય સસરાએ જે ચંપાનું રાજ્ય મને આપ્યું છે, તેને આપ મારા પર પ્રસન્ન થઈને સ્વીકાર કરો અને તે ચ પાનું રાજ્ય આપને