________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
આપની આજ્ઞા હોય તે કુમારની પાસે જઈને તેનું કુળદિપક સર્વ તેને પૂછું.” આ પ્રમાણે સાંભળીને રાજાએ કહ્યું કે “હે પ્રધાન! બહુ સારું, એમ જ કરો.” આ પ્રમાણે રાજાનું કથન સાંભળી પ્રધાન કુમારની પાસે આવી પ્રણામ કરીને બોલ્યા કે “હે કુમારે! આ શું અનુચિત આરંવ્યું છે? તમે તમારા કુળ વિગેરે કહે” કુમાર બે કે – “હે પ્રધાન ! મારા ભુજાદંડનું પરાક્રમ તમને મારા જાતિ વિગેરે કહેશે. પ્રથમ મારા પરાક્રમનું અવલોકન કરે, પછી બધું જાણવામાં આવશે.” તે સાંભળીને પુનઃ પ્રધાને કહ્યું કે –“હે સ્વામિન! તમે પરાક્રમથી જ ગુણવાન છે એમ જણાય છે, પણ પેલા પાપી સજજને તમારા જાત્યાદિક બધું વિપરીત કહ્યું છે માટે રાજાએ તમને સ્નેહપૂર્વક કહેવરાવ્યું છે કે, “તમે તમારા કુળાદિક જણાવો.” એટલા માટે આપના પગે પડીને હું પૂછું છું કે આપને કુળાદિક જણાવે.” પછી કુમારે પોતાનું કુળ અને પિતાદિક બધું યથાર્થ નિવેદન કર્યું. તે સાંભળીને પ્રધાને રાજાને કહ્યું, એટલે રાજા પણ હર્ષ પામ્યો. તે પણ શ્રીવાસનગરે નરવાહન રાજાને પિતાના દૂતની સાથે તેણે એક લેખ (કાગળ) મેકલ્યો. તે
ત્યાં જઈને લેખ અર્પણ કર્યો અને મુખથી પણ બધું સ્વરૂપ નિવેદન કર્યું, એટલે નરવાહનરાજા તેના વચનથી જાણે ફરી સજીવન થયો હોય તે દેખાવા લાગ્યો. પછી હર્ષપૂર્વક તેણે આ પ્રમાણે કહ્યું કે “અહોત્યારે અત્યારે જિતશત્રુ રાજા જે મારે કઈ બંધુ નથી, જેણે અતિ દાનથી થયેલા તિરસ્કારને લીધે અપમાન સમજી પિતાના રાજ્યને ત્યાગ કરીને ભ્રમણ કરતા મારા પુત્ર લલિતાંગને પિતાની પાસે રાખે અને