________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
તે) તેા ત્રણ (ગુમડાં)ને પણ હાય છે' તેમજ વળી− દુષ્ટને ક્રેડ આપવા, સ્વજનના સત્કાર કરવા, ન્યાયથી ભંડારની વૃદ્ધિ કરવી, શત્રુએથી દેશની રક્ષા કરવી અને પક્ષપાત ન કરવાએ રાજાઓના પાંચ ધર્મ (કવ્ય) કહ્યા છે. લલિત્તાંગ રાજા ધવાન્ અને પુણ્યવાન્ હાવાથી તેની પ્રજા પશુ ધર્મ-પુણ્ય કરવા લાગી બાજા ધર્મિષ્ઠ હાય તા પ્રજા ધષ્ઠિ થાય, રાજા પાપી હાય તા પ્રજા રાજાનું અનુકરણ કરે છે. થા રાજા તથા પ્રજા એ નીતિ વાકય યથાર્થ છે.' લલિતાંગકુમાર માતાની જેમ પ્રજાની રક્ષા કરતા, પિતાની જેમ પ્રજાને ધન આપતા અને ગુરૂની જેમ પ્રજાને ધર્મમાં પ્રેરણા કરતા હતા. એ રીતે સુખપૂર્વક સમય ગાળતા હતા.
-
એકદા ઉદ્યાનપાળકે આવી અંજલિ જોડી પ્રસન્ન મુખથી સભામાં બેઠેલા રાજાને કહ્યું કે -હે સ્વામિન્! જય અને વિજયથી આપને વધાવું છું, નરવાહન રાજષિભવ્યાંમુજને પ્રતિબોધતા બહારના ઉદ્યાનમાં પધાર્યાં છે.’ આ પ્રમાણે સાંભળીને મનમાં અત્યંત હર્ષોલ્લાસ પામી રાજાએ તેને લક્ષ પ્રમાણ ધન આપ્યું. પછી જલ્દી આદર અને આનંદપૂર્વક અંતઃપુરનાં પરિવાર સહિત ગુરૂ મહારાજનાં ચરણકમળને વંદન કરવા ગયેા. ત્યાં જઈ પાંચ અભિગમ સાચવી ત્રણ પ્રદક્ષિણા દઇ પૃથ્વી પર મસ્તક સ્થાપી નેત્રને આનંદકારી એવા ગુરૂને વિધિપૂર્ણાંક શુદ્ધ ભાવથી વદના કરી અને અંજિલ જોડીને ભક્તિપૂર્વક સન્મુખ બેઠા. નગરજના પણ જ્ઞાનાતિશયથી ઈંદ્દીપ્યમાન અને અનેક મુનિએથી જેમનાં ચરણકમળ સ ંસેવિત છે એવા તે મુનીશ્વરને પ્રણામ કરીને યથાસ્થાને બેઠા. એટલે નરવાહન રા`િએ પણ