________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
કલ્યાણકારી ધર્મલાભરૂ૫ આશિષ આપીને આ પ્રમાણે ધર્મદેશના દેવાને પ્રારંભ કર્યો –
“જે મૂઢ પાણી દુઃપ્રાપ્ય મનુષ્યત્વને પામીને પ્રમાદને વશ થઈ યત્નપૂર્વક ધર્મ કરતું નથી. તે પ્રાણી ઘણા ફલેશથી મેળવેલ ચિંતામણિને મૂર્ખાઈથી સમુદ્રમાં ફેંકી દે છે. કેટલાક પ્રાણુઓ પ્રવાળની માફક સ્વયમેવ ધર્મના રાગી હોય છે, કેટલાક ચુર્ણ કણની જેમ રંગ પામવા ગ્ય હોય છે અને કેટલાક કાશ્મીરમાં ઉત્પન્ન થયેલ કેસરની જેમ સૌરભના પૂરથી વ્યાપ્ત અને સમ્યફ પ્રકારે સ્વીપર રંગીપણાને ભજનારા હોય છે.* તેથી તે તો ધન્યવાદને પાત્ર છે. મનુષ્યત્વ, આર્યદેશ, ઉત્તમજાતિ. ઈંદ્રિયપટુતા અને પૂર્ણ આયુ એ બધું કર્મલાઘવથી મહાકષ્ટ પામી શકાય છે. એ બધાની પ્રાપ્તિ થતાં અક્ષય સુખની ઈચ્છા રાખનારા ભવ્ય જીવેએ સારી રીતે સમજીને સમ્યકત્વને અખલિત રીતે અંતરમાં ધારણ કરવું. સુદેવમાં દેવબુદ્ધિ, સુગુરૂમાં ગુરૂબુદ્ધિ અને સુધર્મમાં ધર્મબુદ્ધિ રાખવી તે સમ્યકૃત્વ કહેવાય છે. ત્રિલોકને પૂજ્ય, રાગાદિદોષરહિત, સંસારથી તારનાર અને વીતરાગ તથા સર્વજ્ઞ હેય તે દેવ કહેવાય; સંસાર સાગરથી સ્વપરને પાર ઉતારવામાં કાષ્ઠના નાવ સમાન, સંવિજ્ઞ, ધીર અને સદા સદુપદેશ આપનાર હોય તે ગુરૂ કહેવાય; વળી પંચમહાવ્રતને ધારણ કરનાર, ધીર, ભિક્ષા માત્રથી જીવન ધારણ કરનાર, સામાયિકમાં સ્થિત અને ઘર્મોપદેશક તે પણ ગુરૂ કહેવાય; અને દુર્ગતિમાં પડતા ૧ પ્રવાળ પોતે રંગવાળુ સ્વભાવે હોય છે અને કેસર તો પિતે રંગવાળું
હેય છે અને બીજાને રંગવાળું કરી શકે છે.